કે બોલો તા રા રા રા… વધુ એક જાણીતા પંજાબી ગાયકે કમળ ઝાલ્યું, મળી શકે છે ટિકિટ
લોકસભાની ચૂંટણી માથે બોલી રહી છે ત્યારે સેલિબ્રિટિઓ જુદા જુદા રાજકીય પક્ષો સાથે જોડાઈ રહ્યાં છે. તાજેતરમાં જ જાણીતો ક્રિકેટર ગૌતમ ગંભીર અને ગાયક હંસરાજ હંસ ભાજપમાં જોડાયા છે. ત્યારે આજે વધુ એક જાણીતા સિંગર દલેર મહેંદી ભાજપમાં જોડાયા છે.
દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી અને કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધનની હાજરીમાં દહેર મહેંદી ભાજપમાં જોડાયા છે.
થોડા દિવસ પહેલા પંજાબી ગાયક હંસરાજ હંસ અને એક્ટર સની દેઓલ પણ બીજેપીમાં સામેલ થયા હતા. બીજેપીએ હંસ રાજ હંસને ઉત્તર પશ્ચિમ દિલ્હી અને સની દેઓલને પંજાબના ગુરદારપુરથી ટિકિટ આપી છે. હવે દલેર મહેંદી પણ બીજેપીમાં જોડાઈ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે દલેર મહેંદીને પણ પંજાબની કોઈ સીટથી બીજેપી મેદાનમાં ઉતારી શકે છે.
Singer Daler Mehndi joins Bharatiya Janata Party (BJP) in presence of BJP North West Delhi candidate Hans Raj Hans and Union Minister Vijay Goel. pic.twitter.com/1qeYIS44JG
— ANI (@ANI) April 26, 2019
અગાઉ દલેર મહેંદી વર્ષ 2013માં દિલ્હીની પૂર્વ CM શીલા દીક્ષિતની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા. આ ઉપરાંત 2014ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં દલેર મહેંદીએ કોંગ્રેસ માટે ગીત પણ ગાયું હતું. દલેરે લગભગ સાડા ત્રણ મિનિટનું ગીત ગાયું હતું. દલેર મહેંદીના ગીતના શબ્દો હતા- અબ તો યારો નિકલ પડી હૈ મેરી દિલ્લી, કિયા હર ફૈસલા હર દિલ ને અબ નહીં રુકેગી મેરી દિલ્લી, ફિર સે કોંગ્રેસ કો લાએંગે દિલ્લી કો જિતાયેંગે.
કોણ છે દલેર મહેંદી?
બિહારના પટનામાં 18 ઓગસ્ટ 1967ના રોજ જન્મેલા દલેરને નાનપણથી જ ગાવાનો શોખ હતો. 5 વર્ષની ઉંમરીથી જ દલેરે ગાયન કલા શીખવાની શરૂઆત કરી દીધી હતી. વર્ષ 1995માં દલેર મહેંદીએ પોતાનું પહેલું આલ્બમ રેકોર્ડ કર્યું. આ આબ્લમનું નામ ‘બોલો તા રા રા’ હતું. આ આલ્બમે દલેરને સમગ્ર દુનિયામાં ઓળખાણ અપાવી દીધી. આ આલ્બમની લગભગ 20 મિલિયનથી વધુ કોપી વેચાઈ હતી. 1998માં દલેર મહેંદીનું વધુ એક આલ્બમ રિલીઝ થયું હતું. જેનું નામ ‘તુનક તુનક’ હતું. આ આલ્બમે દલેર મહેંદીને એક બ્રાન્ડ તરીકે સ્થાપિત કર્યા.
હંસરાજ હંસના વેવાઈ છે દલેર મહેંદી
તાજેતરમાં બીજેપીમાં જોડાયેલા હંસરાજ હંસ, દલેર મહેંદીના વેવાઈ છે. હંસ રાજ હંસના દીકરા નવરાજ હંસ અને દલેર મહેંદીની દીકરી અવજીત કૌરના 2017માં લગ્ન થયા હતા. આમ હવે બંને વેવાઈ એજ ક રાજકીય પક્ષમાંથી લગભગ એક સાથે જ રાજકીય કારકિર્દી શરૂ કરી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કે બોલો તા રા રા રા… વધુ એક જાણીતા પંજાબી ગાયકે કમળ ઝાલ્યું, મળી શકે છે ટિકિટ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/daler-mehndi-joins-bjp-days-after-actor-sunny-deol/
via Best Gujarati News
0 Comments