એક્ટર ડાયરેક્ટર અને પ્રોડ્યુસર અરબાઝ ખાનને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બે દશકથી વધારાનો સમય થઈ ચુક્યો છે અને આજ પણ તે ફિલ્મો અને બીજા પ્રોજેક્ટમાં મશગુલ છે. અરબાઝ ખાનનું કહેવુ છે કે આજે ભલે તે સુપરસ્ટાર સલમાન ખાનનો ભાઈ છે પણ તેને કામ તેના બલબુતા પર મળ્યુ છે. તેની પોતાની મહેનતથી અને યોગ્યતાથી કામ મળ્યુ છે.

અરબાઝે પોતાની વાત જણાવતા કહ્યુ હતુ કે, “મે અત્યાર સુધીમાં 70થી વધારે ફિલ્મો કરી છે, એવા પણ લોકો છે જેમને બે ફિલ્મો પછી કામ કરવાનું મળતુ નથી. હું છેલ્લા બે દશકાથી પણ વધારે સમયથી આ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલો છુ. હું સલમાનનો ભાઈ છુ આજ કારણથી આટલી ફિલ્મો ન મળે મને. સલમાનના કરાણે લોકો કદાચ મને એક કે બે ફિલ્મોમાં કામ આપી શકે પણ આટલા વર્ષો અને આટલુ કામ કરતા ટકી રહેવા માટે મારી મહેનત પણ હશે. મારામાં પણ થોડી પાત્રતા હશે જ ને તો આટલી ફિલ્મો મળી હશે ને. મે જે પણ કામ કર્યુ છે તે ભલે સારૂ હોય કે પછી ખરાબ હોય મારા બલબુતા પર કર્યુ છે. આજે જે પણ છું મારી મહેનતના કારણે છુ.”

અરબાઝ ખાન પ્રખ્યાત સ્ક્રીન રાઈટર સલીમ ખાનના પુત્ર છે અને તેણે વર્ષ 1996માં આવેલી અબ્બાસ મસ્તાનની ફિલ્મ ‘દરાર’માં એક્ટીંગની શરૂઆત કરી પોતાનો દમ દેખાડ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે જૂહી ચાવલા હતી આ ફિલ્મમાં અરબાઝ એક જુલ્મી પતિનો રોલ નિભાવવામાં સફળ રહ્યો હતો. આ ફિલ્મ પછી અરબાઝે પ્યાર કિયા તો ડરના ક્યા, હેલ્લો બ્રધર, કયામત, હલચલ અને શુટઆઉટ એટ લોખંડવાલા જેવી સફળ ફિલ્મો આપી હતી. અરબાઝની કેટલીક એવી ફિલ્મો પણ છે જે બોક્સ ઓફિસ પર ખાસ કંઈ ઉકાળી શકી નથી.

આના પછી અરબાઝે ફિલ્મ પ્રોડક્શન અને ડિરેક્શનમાં હાથ અજમાવ્યો. 2010માં તેણે અરબાઝ ખાન પ્રોડક્શન્સના નામથી પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યુ હતુ. પોતાની પહેલી ફિલ્મ દબંગ પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મમાં તેનો ભાઈ સલમાન મુખ્ય ભૂમિકામાં દેખાયો હતો. આ ફિલ્મ સુપરહિટ નીવડી હતી. ત્યારબાદ અરબાઝે દબંગ-2નું નિર્દેશન કર્યુ હતુ. તે પણ હિટ ફિલ્મ રહી હતી.

અરબાઝ પોતાની કેરિયરથી મળેલી સફળતાથી ખુબજ ખુશખુશાલ છે. અરબાઝને ડેબ્યુ ફિલ્મમાં એવોર્ડ મળ્યો હતો. અરબાઝે તેની ફિલ્મી કારકિર્દીમાં ભારે ઉતાર ચઢાવ જોયા છે. પણ તેને સતત કામ મળતુ રહ્યુ છે. ટુંક સમયમાં અરબાઝ દબંગ -3માં દેખાશે, આ ફિલ્મનું નિર્દેશન પ્રભુ દેવા કરી રહ્યો છે. આ ફિલ્મમાં મુખ્ય રોલ સલમાન ખાન નિભાવી રહ્યો છે. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, માહી ગીલ, ટીનુ આનંદ, સુદીપ અને શરદ સક્સેના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મને ભાઈ સલમાન ખાનના કારણે કામ નથી મળતુ: અરબાઝ ખાન appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/arbaaz-khan-says-he-is-getting-films-not-because-of-superstar-brother/
via Best Gujarati News