સલમાન ખાન વિરુદ્ધ નોંધાવી વધુ એક ફરિયાદ, ફોન છીનવી લીધાનો લગાવ્યો આરોપ
બોલિવૂડ એક્ટર સલમાન ખાન તેમના ફેન્સ સાથે ઘણા પ્રેમથી મળતા દેખાય છે. ત્યારે તેમની ફેન ફોલોવિંગ પણ ઘણી વધું છે. પરંતુ આજે સલમાનના એક ફેને તેમના વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવી છે. ફેને ફરિયાદ કરી કે સલમાન ખાને તેનો ફોન છીનવી લીધો છે.
મીડિયા રિપોર્ટ મુજબ ફેને સલમાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કહ્યું કે જ્યારે સલમાન ખાન સાઇકલ ચલાવી રહ્યા હતા ત્યારે તેને સલમાન ખાનના બોડીગાર્ડથી વીડિયો બનાવવા માટે પરવાનગી માગી. તેની મંજૂરી બાદ તેઓ વીડિયો બનાવી રહ્યો હતો કે ત્યારે જ સલમાન ખાને આવીને તેનો ફોન છીનવી લીધો અને ત્યાંથી જતા રહ્યા.
રિપોર્ટ મુજબ આ ફેન એક ખાનગી મીડિયા ચેનલમાં રિપોર્ટર છે. તેને નિવેદનમાં કહ્યું કે સલમાનના ગાર્ડથી પૂછ્યા બાદ હું વીડિયો બનાવી રહ્યો હતો ત્યારે સલમાન ખાને પરત ફરી મારો ફોન છીનવી લીધો. જ્યારે મે સલમાન ખાનને કહ્યું કે હું એક પત્રકાર છું તો તેમને કહ્યું કે કોઈ ફરક નથી પડતો અને મારો ફોન લઈ ત્યાંથી નીકળી ગયા.
રિપોર્ટ મુજબ ફરિયાદમાં સલમાન ખાન વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. તો સલમાન ખાનના બૉડીગાર્ડે પણ સામે ફરિયાદ કરી છે. જેમાં સલમાન ખાનનો પીછો કરવાનો તથા પરવાનગી વગર વીડિયો શૂટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે સલમાન ઘણી વખત તેમના ઘરની બહાર સાઇકલિંગ કરે છે. આ દરમિયાન તેમના બોડીગાર્ડ પણ તેમની સાથે રહે છે. જોકે ફરિયાદીએ કહ્યું કે થોડીવાર બાદ સલમાન ખાનના બોડીગાર્ડે આવીને તેનો ફોન પાછો આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સલમાન ખાન વિરુદ્ધ નોંધાવી વધુ એક ફરિયાદ, ફોન છીનવી લીધાનો લગાવ્યો આરોપ appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/reporter-filed-complaint-against-salman-khan-for-snatching-mobile/
via Best Gujarati News


0 Comments