વધારે પડતું ફર્નીચર ટાળો
હોમ ટિપ્સ :- તૃષા દવે
દરેક સ્ત્રીને પોતાનું ઘર સજાવતી વખતે અનેરો ઉમળકો હોય છે. એમાંય જ્યારે પોતાનું પહેલું ઘર બને છે અને તેમા ફર્નીચર કરાવવાનો સમય આવે ત્યારે ઇન્ટરનેટ ઉપરથી તેમજ બીજા કોઇના ઘરમાં જોયેલી અને અતીશય ગમેલી અનેક વસ્તુના ફોટા પોતાના મોબાઇલમાં સેવ કરી લેશે, અને ફર્નીચર કરાવતી વખતે તે ફોટા મુજબ અલગ અલગ વસ્તુઓ કરાવશે. પરીણામે ઘણીવાર એવું બનતું હોય છે કે બીજાના ઘરે જે વસ્તુ સારી લાગતી હોય તે આપણાં ઘરે ઢંગધડા વગરની બની જાય છે. એટલું જ નહી સજાવટમાં બહુ બધો ખીચડો થઇ જાય છે, તેથી અનેક ઉમળકા સાથે કરાવેલું બધું પાણીઢોળ થઇ જાય છે. તેથી નવા ઘરનું ફર્નીચર કરાવો ત્યારે અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું
ફર્નીચર કરાવતી વખતે કે ઘર સજાવતી વખતે બહુ બધી જગ્યાએથી જોયેલી ડીઝાઇન કરાવરાવાને બદલે કોઇ સારા ઇન્ટીરીયર ડિઝાઈનરની મદદ લો અને તમારા ઘરને અનૂકુળ હોય તેવી ડિઝાઇન કરાવી લો, જેથી ફર્નીચર જોવું ગમે, અને ખીચડી પણ ન થઇ જાય. વધારે પડતું ફર્નીચર કરાવરાવાનો આગ્રહ ન રાખો. આ આગ્રહ થોડો સમય જ સારો લાગશે, પછી તમને જ નડશે. કેમ કે વધારે પડતું ફર્નીચર કરાવવાથી ઘરમાં જગ્યા ઓછી અને ફર્નીચર વધારે લાગશે, જેથી તમારું ઘર તમને થોડા સમય બાદ નાનું લાગ્યા કરશે. તમને ક્યાંય જગ્યા જ નહી જોવા મળે. ઘરને સુંદર રાખવાનો શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે તમે જોઇએ તેટલું જ ફર્નીચર કરાવરાવો. ખાલી જગ્યા વધારે હશે તો તમને પોતાને જ તે જોવું ગમશે, નહી તો એક સમય પછી સામાન વધારે લાગવા મંડશે. અને તે નડવા પણ લાગશે. વળી તેની સફાઇ કરવાની મહેનત પણ વધી જશે.
ફર્નીચરની જેવું જ ઘર સજાવટની વસ્તુમાં થતુ હોય છે. તમે ઉત્સાહથી શરુઆતમાં સજાવટની વસ્તુઓ લાવીને મુકી દેતા હોવ છો, પછી તેને સાફ કરવામાં જ એટલો સમય જતો હોય છે કે અમુક સમય બાદ તેની સફાઇ કરવાનું પણ તમે બંધ કરી દો છો, પરિણામે તે વસ્તુ જગ્યા રોકતી અને ખરાબ થતી એક જગ્યાએ પડી રહે છે. ઘર નાનું હોય કે મોટું વધારે પડતા સામાન કે ફર્નીચરનો આગ્રહ ન રાખવો જ હિતાવહ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post વધારે પડતું ફર્નીચર ટાળો appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/avoid-over-the-furniture-furniture/
via Best Gujarati News
0 Comments