ટ્રિપલ રીયર કેમેરા ધરાવતો ભારતનો સૌથી સસ્તો સ્માર્ટફોન, કિંમત અને ફિચર્સ છે જોરદાર
ચીનની સ્માર્ટફોન બનાવનારી કંપની Infinixએ ભારતમાં નવો સ્માર્ટફોન Smart 3 Plusને લોન્ચ કર્યો છે. ભારતમાં સૌથી સસ્તો ત્રણ કેમેરા ધરાવતો આ સ્માર્ટફોન છે. કારણ કે Infinixએ આ ટ્રિપલ રીયર કેમેરા સ્માર્ટફોન Smart 3 Plusને 6,999 રૂપિયામાં લોન્ચ કર્યો છે. આ ફોનને 30મી એપ્રિલથી ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે.
ઇન્ફિનિક્સ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અનીષ કપૂરે લોન્ચિંગ વખતે જણાવ્યું કે, આ સ્માર્ટફોનમાં ત્રણ કેમેરાની સાથે 3,500 MAH બેટરી, હિલિઓ A22 પ્રોસેસર, 2 GB રેમ અને 32 GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવશે.
કંપનીએ સ્માર્ટફોનની પાછળ 2 મેગાપિક્સલ અને 13 મેગાપિક્સલની સાથે ઓછા પ્રકાશ માટે અલગથી ત્રીજો કેમેરો આપ્યો છે, જેમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો પણ છે. તેમજ 6.21 ઈંચ ડિસ્પ્લેવાળા આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 9.0 ઓપરેટિંગ સિસ્ટમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ટ્રિપલ રીયર કેમેરા ધરાવતો ભારતનો સૌથી સસ્તો સ્માર્ટફોન, કિંમત અને ફિચર્સ છે જોરદાર appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/infinix-smart-3-plus-launched-in-india/
via Best Gujarati News
0 Comments