સતરંગી : રશ્મિન શાહ

વેકેશનમાં ક્યાં ફ્રવા જવાનું પ્લાનિંગ જો શરૂ થઇ ગયું હોય અને સોલો ટ્રીટ માટે વિચાયુંર્ હોય તો આ લેખ વાંચવો તમારી માટે બહુ જરૂરી છે.

એકલાં ફ્રવા જવાનું આજકાલ બહુ વધ્યું છે અને એમાં કંઈ ખોટું પણ નથી. પેકેજ ટૂરમાં જવાને બદલે કે પછી ફેમિલી-ફ્રેન્ડ સાથે ન ગમતી જગ્યાઓ પર જવાને બદલે મનગમતી જગ્યા પર એકલા ફ્રવા જવાનો આનંદ કંઈક જુદો હોય છે અને એ લેવો જ જોઇએ. એકલા જવાના ફયદાઓ અઢળક છે, સાથે ફ્રવા જવાની સરખામણીમાં અને એની ગણતરીમાં પણ. જોકે એકલા ફ્રવા જતાં પહેલાં કેટલીક વાતો એવી હોય છે કે જેને ગાંઠે બાંધી લેવી જોઇએ, જેથી તમારા એકલાં ગયા પછી એ વાતો થકી તમારું પણ ધ્યાન રહે અને એ જ ટિપ્સ થકી તમારા ફેમિલી મેમ્બર્સને પણ ટેન્શન ઓછું રહે.

કોઇપણ જગ્યાએ જતાં પહેલાં ત્યાં જઈને શું કરવું છે એનું પ્લાનિંગ તમારે બનાવી લેવું જોઇએ. પરફેક્ટ રીતે અને એકદમ ઉચિતપણે. ક્યાં જવું, ક્યાં રહેવું, ત્યાંનું બજેટ શું છેથી માંડીને કેટલા દિવસ ત્યાં રોકાવું અને પછી ત્યાંથી નીકળીને ક્યાં જવું એ બધું એમાં આવી જાય. કહોને તમારી દસ દિવસની ટ્રીપ હોય તો એ દસેદસ દિવસનો પાક્કો પ્લાન તમારી નોટબુકમાં લખાઈ જવો જોઈએ. આ લખી લીધા પછી તમારે એ જ પ્લાન ફેલો કરવાનો છે એ પણ તમારા મનમાં ઠસાવી દેવાનું છે.

ટીપ નંબર બે. ઓછામાં ઓછો સામાન સાથે રાખો, જેથી સામાનના કારણે તમારે ક્યાંય પરેશાની વેઠવી પડે કે પછી સામાનને લીધે તમે મુશ્કેલીમાં મુકાય જાવ. શક્ય હોય ત્યાં સુધી જે ચીજવસ્તુ સરળતાથી ત્યાં મળવાની જ છે એ બધી સાથે લેવાની જરૂર નથી. ટૂથપેસ્ટ અને બ્રશ ત્યાં જઇને લઇ લેશો તો ચાલશે અને એવું જ ટીશર્ટમાં થઇ શકે. લોકલ માર્કેટમાંથી ટીશર્ટ લઇ લેવાનું અને ફ્રતાં રહેવાનું. લોકલ માર્કેટ પરથી ત્રીજા નંબરની ટીપ યાદ આવી. જ્યાં પણ જાવ ત્યાં એ જ રીતે રહો કે જાણે તમે ત્યાંના સ્થાનિક વ્યક્તિ છો અને વષોર્થી આ જગ્યા સાથે કનેક્ટેડ છો. સિક્યુરિટીની દ્રષ્ટિએ આ ટીપ બહુ ઉમદા રીઝલ્ટ આપનારી છે. એડવાઇઝ નંબર ચાર. આ એડવાઇઝ મસ્ટ, મસ્ટ અને ધી મસ્ટ છે. જ્યાં પણ જાવ ત્યાં તમારી સાથે તમારા ડોક્યુમેન્ટસ સાથે રહેવાના. જો ફેરેન હશે તો પાસપોર્ટથી માંડીને બીજા ડોક્યુમેન્ટસ હશે અને જો ઇન્ડિયામાં હશો તો તમારી પાસે પેનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા ડોક્યુમેન્ટ હશે. આ જે કોઇ અગત્યના ડોક્યુમેન્ટ છે એ બધાની ડિજિટલ કોપી પણ લઇને રાખવાની છે. મોબાઇલમાં તો એની કોપી રાખો જ પણ સાથોસાથ ઇ-મેઇલમાં પણ એની કોપી મૂકી રાખો. જો આ પ્રકારનો બેકઅપ હશે તો એ તમને સંકટના સમયે બહુ જ ઉપયોગી બનશે.

નંબર પાંચ. જ્યાં પણ ફ્રો, એ વાત ધ્યાનમાં રાખવાની છે કે તમારા મોબાઇલનું નેટવર્ક અકબંધ રહે. તકલીફ્દાયી કામ છે, પણ સિક્યુરિટીના હિસાબથી બહુ જરૂરી છે અને આ થવું જ જોઇએ. તમે મુશ્કેલીમાં મુકાશો તો જ તમને નેટવર્કની કિંમત સમજાશે અને જો એ સમયે નેટવર્ક નહીં હોય તો તમારી હેરાનગતિનો પાર નહીં રહે. આવું ન બને એ માટે મોબાઇલ નેટવર્કનું હોય એવી જ જગ્યાએ રહેવાનું પસંદ કરો. એ ચાલે કે થોડી મિનિટો માટે નેટવર્ક ગુમાવ્યું હોય, પણ એવું તો જરા પણ નહીં ચાલે કે તમે અડધો દિવસ નેટવર્કની બહાર રહો. મોરલ ઓફ ધી એડવાઇઝ, એવી કોઇ જગ્યાએ જવું નહીં જે જગ્યાએ નેટવર્ક ન હોય.

સલાહ ક્રમાંક છ. જ્યારે પણ એકલા ફ્રવા જતાં હો ત્યારે એક જગ્યાએ પૈસા રાખવાને બદલે ત્રણચાર જગ્યાએ પૈસા રાખો. કામ નંબર બે, દિવસ દરમ્યાન થનારો ખર્ચ ભૂલ્યા વિના ટપકાવી લો. એકેય રૂપિયો ઘરે પાછો નથી લઇ જવો એ સાચું પણ એવી ભૂલ પણ ન થવી જોઇએ કે ઘરે પાછાં જવા માટે એકેય રૂપિયો ખિસ્સામાં બચે નહીં અને ધારો કે એવું ન થયું તો પણ એવું ન બની જવું જોઇએ કે જેમાં અંતિમ દિવસોમાં જ કંઇક ખરીદવાનું મન થાય અને તમારા હાથમાં રૂપિયાનો અભાવ હોય. ખર્ચ પર નજર રાખો અને આ નજર ત્યારે જ રહી શકશે જ્યારે તમે એની નોંધ કરતાં રહેતા હશો. ટીપ નંબર સાત. ક્યારેય ભૂલવું નહીં કે તમે ફ્રવા ગયા છો, શોપિંગ કરવા નહીં. શક્ય હોય ત્યાં સુધી એકલા ફ્રવા જનારાઓએ શોપિંગ ટાળવું જોઇએ, જેથી આખી સફ્રમાં એ સામાન વંઢોરવાનું કામ ન કરવું પડે.

એડવાઇઝ નંબર આઠ, નવ અને દસ. આ ત્રણેત્રણ સલાહ ટૂર દરમ્યાનની છે. જેમાં સૌથી પહેલાં ક્રમે આવે છે ઘરોબો ન કેળવો. કોઈ અજાણ્યા સાથે એ સ્તર પર ઘરોબો નહીં કેળવવાનો કે જેમાં સામેની વ્યક્તિને તમારી બધી એટલે બધી ખબર પડી જાય. ક્યારેક એવો સ્વભાવ જોખમ નોતરી દે છે. બીજા નંબરે નવ પર આવે છે, એકલાં પડો એવા સમયે શાંતિથી સૂઈ જવાનું પસંદ કરો. જો પૂરતો આરામ થશે તો અને તો જ તમે બીજા દિવસે નવેસરથી જિપ્સી બનીને ફ્રીથી રખડપટ્ટી કરશો અને રખડપટ્ટી કરવી હશે તો શરીરમાં પૂરી તાકાત જોઇશે. આ તાકાત માટે આરામ જોઈશે અને આરામ માટે ઊંઘ જોઇશે. દસ અને લાસ્ટ. જ્યાં પણ ફ્રવા જાવ ત્યાંના ઓછામાં ઓછા ચારથી છ કોન્ટેક્ટ નંબર સાથે રાખો જેથી ન કરેને નારાયણ, ઇમરજન્સી આવે તો એ સમયે તમે લોકલ વ્યક્તિને કોન્ટેક્ટ કરી શકો. આ કરવું જરૂરી છે. એવું મનમાં રાખીને કે, પેરેન્ટસ કે રિલેટીવ રાતોરાત આવી ન શકે તો આવેલી ઇમરજન્સીની સાથે લોકલ ઓળખાણવાળી વ્યક્તિની મદદથી ફેડી શકાય.

આ તમામ ટિપ્સ પ્રેક્ટિલ છે, બહુ જ સરળતા સાથે એનો ઉપયોગ પણ થઈ શકે છે એટલે એને અવગણવાની કોઇ જરૂર નથી. અવગણવું હોય તો બેદરકારી અવગણીને આ આર્ટિકલ કાપીને તમારા લગેજ પાસે મૂકી દો, જેથી નીકળવાનો સમય આવે ત્યારે આ તમામ ટીપનો અમલ કર્યો છે કે નહીં એની નોંધ લઇ શકાય.

sanskar@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચલ અકેલા, ચલ અકેલા… appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/variant-akela-variable-akela/
via Best Gujarati News