વાહન માલિકોને નહીં પડે વધારાનો બોજ, આ ભાવવધારાને વાગી બ્રેક
2019ના નાણાકીય વર્ષનો આજથી આરંભ થયો છે. જેમાં ઘણા બધા નિયમો આજથી લાગૂ થઇ રહ્યા છે. જેમાં ઘણા નિયમો લાગૂ થતા સામાન્ય લોકોને ફાયદો થવાનો છે. જેમકે ટુ-વ્હિલર અને ફોર-વ્હિલરના ઇન્યોરન્સ મામલે મોટો ફાયદો થશે. કારણ કે આ વર્ષે ઇન્યોરન્સ પ્રીમીયમમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. કાર માલિકો માટે એક ખુશ ખબર આવી છે.
ઇન્શ્યોરન્સ રોગ્યુલેટરે કહ્યું છે કે આ વખતે બાઇક, કાર અથવા કમર્શલ વાહનોના થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રીમીયમમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. તમને જણાવી દઇએ કે છેલ્લા એક દાયકામાં એપ્રિલ આસપાસ મોટર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં 10-40 ટકાનો વધારો કરવામાં આવતો હતો. જો કે, ગયા વર્ષે બાઇક, કાર અને ટેક્સીના પ્રીમિયમમાં 10-20 ટકા ઘટાડો કરવામાં આવતો હતો.
IRDAIએ કહ્યું કે, 1 એપ્રિલ 2018ના રોજ લાગુ પડતા પ્રીમિયમના દરો પણ આ નાણાકીય વર્ષમાં લાગુ થશે. બીજા શબ્દોમાં કહીએ તો, લોકો જેટલો ચાર્જ આપી રહ્યા છે, આગલી નોટીસ સુધી એટલો જ આપવાનો રહેશે. 75 સીસી એન્જિનથી ઓછા દ્વિચક્રી વાહનોની કિંમત અગાઉ જેટલી જ રૂ. 427 રહેશે. આ ઉપરાંત, 75થી 150 સીસીના એન્જિનવાળા દ્વિ-વ્હીલર્સને પ્રીમિયમ 720 રૂપિયા હશે અને હાઈપાવર બાઇકના દર અગાઉની જેમ 985 રૂપિયા હશે.
આ નાણાકીય વર્ષમાં, ભારતના વીમા નિયમનકારી અને વિકાસ અધિકારીએ પ્રીમિયમમાં કોઈ ફેરફાર ન કરવાનું નક્કી કર્યું છે. નિયમનકાર થર્ડ પાર્ટી મોટર કવરના દર નક્કી કરે છે અને વીમાદાતાને અંગત અકસ્માતોના કિસ્સામાં દર નક્કી કરવા દે છે. આ વર્ષે એવું અપેક્ષિત હતું કે, વીમા દરમાં 20થી 30 ટકાનો વધારો થશે, પરંતુ તે કરવામાં આવ્યો નથી. જેથી ગ્રાહકોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
નાની કારને રૂ. 1,850નું પ્રીમિયમ ચૂકવવું પડશે અને એસયુવીનો ચાર્જ 7,890 રૂપિયા હશે. ઓટો રિક્ષા અને ઇ-રિક્શા દર અનુક્રમે 2,585 અને 1,685 રહેશે. નાની ટેક્સીઓ માટે 5,437 રૂપિયા અને મોટી કમર્શલ કારો માટે 7,147 રૂપિયા વાર્ષિક ધોરણે આપવાના રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post વાહન માલિકોને નહીં પડે વધારાનો બોજ, આ ભાવવધારાને વાગી બ્રેક appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/two-wheeler-and-four-wheeler-insurance-will-be-of-great-benefit/
via Best Gujarati News
0 Comments