ટીવી અભિનેત્રી રૂહી સિંહની વિરૂદ્ધ પોલીસ અધિકારીઓની સાથે મારઝૂડ કરવાનો અને દારૂ પીને ગાડી ચલાવાના આરોપમાં કેસ નોંધાયો છે. તેના મિત્ર રાહુલ સિંહ અને સ્વપ્નિલ સિંહ જે મારામારી કરતાં સમયે અભિનેત્રીની સાથે હતા, તેમની ધરપકડ કરી લેવાઇ છે. રૂહીને નોટિસ અપાઇ છે પરંતુ ધરપકડ કરાઇ નથી.

સોમવારના રોજ રૂહી અને તેના ચાર મિત્રો એક પબમાંથી મોડી રાત્રે પરત ફરી રહ્યા હતા, રસ્તમાં તેઓ બાંદ્રા સ્થિત એક મોલમાં ટોયલેટનો ઉપયોગ માટે રોકાયા. મોલના સ્ટાફે તેમને અંદર જતા રોકયા, આથી બંનેની વચ્ચે જોરદાર હોબાળો થયો. ત્યારબાદ ગાર્ડે પોલીસને કોલ કર્યો.

એક અધિકારીએ કહ્યું કે રૂહી, રાહુલ અને સ્વપ્નિલે બે પોલીસકર્મીઓને થપ્પડ મારી હતી. આ બધું ત્યાં હાજર સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયું જ્યારે રાહુલ અને સ્વપ્નિલની ધરપકડ કરાઇ. રૂહી અને તેમના બે મિત્રોને ત્યાંથી જવાની મંજૂરી આપવામાં આવી હતી.

એક્ટ્રેસની વિરૂદ્ધ રેશ ડ્રાઇવિંગનો કેસ નોંધાયો
ડીસીપી પરમજીત સિંહ દાહિયા એ કહ્યું તે ત્યાંથી જતા સમયે રૂહી એ કારનું સ્ટિયરિંગ ઠામી લીધું અને પાર્કિંગમાં ઉભેલી સાતથી વધુ ગાડીઓને ટક્કર મારી દીધી. તે નશામાં ધૂત હતી. ત્યારબાદ પોલીસે તેની વિરૂદ્ધ રૈશ ડ્રાઇવિંગનો કેસ નોંધ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ટલ્લી થઇ ટીવી અભિનેત્રીએ સાત વાહનોને અડફેટે લીધા, પછી પોલીસવાળાઓને…. appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/tv-actress-ruhi-singh-for-slapping-cops-drunk-driving/
via Best Gujarati News