મુંબઈ ઈન્ડિયન્સના ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે બુધવારે કિંગ્સ ઇલેવન પંજાબ સામે ૩૧ બોલમાં ૮૩ રનની તોફાની ઇનિંગ્સ રમીને પોતાની ટીમને ત્રણ વિકેટે રોમાંચક વિજય અપાવ્યો હતો.

પોલાર્ડે પોતાની ઇનિંગ્સમાં ૧૦ સિક્સર ફટકારી હતી અને તેને વિશ્વ ક્રિકેટનો સૌથી ખતરનાક ટી૨૦ પ્લેયર કેમ કહેવામાં આવે છે તે સાબિત કરી આપ્યું હતું. જોકે આ સ્ટાર ખેલાડીનું બાળપણ કરુણાજનક રહ્યું છે. પોલાર્ડનું બાળપણ એવી પરિસ્થિતિમાંથી પસાર થયું છે જેની કલ્પના કરવી મુશ્કેલ છે.  

ત્રિનિદાદ એન્ડ ટોબેગો ખાતે પોલાર્ડનો જન્મ ૧૯૮૭ની ૧૨મી મેએ થયો હતો. પોલાર્ડને તેની માતાએ જ ઉછેર્યો હતો કારણ કે તેના પિતા તેના પરિવારને બેસહારા છોડીને જતા રહ્યા હતા. પિતાએ પોલાર્ડ અને તેની માતાને કેમ તરછોડયા હતા તેના કોઈ કારણો સપાટી પર આવ્યા નથી પરંતુ નિઃસહાય થવાના કારણે પોલાર્ડના પરિવારને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.

પોલાર્ડનું બાળપણ અત્યંત ગરીબીમાંથી પસાર થયું છે. તેને ત્રણ બહેનો પણ છે. પોલાર્ડે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મારા માતા મજૂરી કરીને પૈસા કમાતી હતી પરંતુ ક્યારેક ક્યારેક અમારે માત્ર એક જ વખત ખાવાનું નસીબમાં થતું હતું.   પોલાર્ડ ક્રિકેટર બન્યો ત્યારે તેના પરિવારનું નસીબ પણ બદલાઈ ગયું છે. તે વિશ્વના પાંચ દેશમાં ટી૨૦ લીગ રમે છે.

પોલાર્ડ છેલ્લા ૧ વર્ષમાં માત્ર બે દિવસ ઘરે ગયો છે

વિશ્વ ક્રિકેટની પાંચ ટી૨૦માં રમી રહેલો કેરેબિયન ક્રિકેટર કિરોન પોલાર્ડ વ્યસ્ત કાર્યક્રમના કારણે છેલ્લા એક વર્ષમાં માત્ર બે દિવસ જ ઘરે જઇ શક્યો હતો. ૧૦મી એપ્રિલે પોલાર્ડની પત્ની જેનનો બર્થ-ડે હતો જે તેની સાથે નહોતી. તેનો પુત્ર કેડન પોતાના પિતાને મળવા ભારત આવ્યો હતો. પોલાર્ડે પંજાબ સામેની મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતીને પોતાની પત્ની જેનને અદ્ભુત ગિફ્ટ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કિરોન પોલાર્ડે વિશે આ વાત તમે સૌ ટકા નહીં જાણતા હોવ, જાણો તેના સંઘર્ષની કહાની! appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/you-do-not-know-about-this-percentage-about-kieron-pollard-know-the-story-of-his-struggle/
via Best Gujarati News

0 Comments