જહાજ ઉપર આત્માઓનો કબજો
લૌકિક-અલૌકિક : સલિલ પટેલ
કેલિફોર્નિયાનું એક વિશાળ જહાજ જેણે કંઈ કેટલાય લોકોના મોતને પોતાનામાં સમાવી લીધા છે. આ જહાજ કેલિફોર્નિયાના લોંગ બીચ હાર્બર પર ઊભું રહે છે. આ જહાજનું નામ
‘બેન્ડિટક્વીન’ છે જે કિંગ જ્યોર્જ પાંચમાની પત્ની ક્વીન ઓફ ટેકના નામ ઉપર રાખેલ છે આ જહાજનો ઈતિહાસ જેટલો રોચક છે એટલું જ એનું વર્તમાન પણ શાનદાર છે આજે પણ લોકોને આ જહાજ પર આત્માઓ હોવાનો ભાસ થાય છે.
આ જહાજ પોતાના સમયના સૌથી મોટા ઐતિહાસિક જહાજ ટાઈટેનિકથી પણ વધારે મોટું છે. પોતાના સમયના આ સૌથી મોટા જહાજનો ઈતિહાસ વધારે ભયાવહ છે. કેટલાય યુદ્ધમાં ભાગ લેવા અને લાંબી યાત્રાઓને કારણે જહાજ પર કેટલીય એવી ઘટનાઓ થઈ જેમાં ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજે પણ આ જહાજ પર પેલા મૃત અને નિર્દોષ લોકોની ચીસો અને તે લોકોના હોવાનો આભાસ આસાનીથી કરી શકાય છે.
પોતાની યાત્રા દરમિયાન એકવાર બેન્ડિટક્વીન પોતાના રસ્તા ઉપરથી ભટકી ગઈ અને આ સમયે અચાનક ઉતાવળમાં લાઈનરોને બદલી નાંખવામાં આવ્યા જેના કારણે જહાજના ૩૦૦થી વધારે ક્રુ-મેમ્બર્સ કપાઈ ગયા અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થઈ ગયું. આ ઘટના જહાજના નીચલા ભાગમાં થઈ હતી જ્યાં એન્જિન લાગેલું હતું. આજે પણ પેલી એન્જિનવાળી જગ્યાને તેમજ જહાજની બીજી પણ કેટલીય એવી જગ્યા છે જેને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. કેપ્ટન બ્લેન્ડર જોસ બેન્ડિટક્વીનનો છેલ્લો કેપ્ટન હતો. જેનું મોત પણ આ જહાજ ઉપર થઈ ગયું હતું. તેના મૃત્યુ પાછળ કયું કારણ હતું તેની ખબર આજ દિન સુધી કોઈને થઈ નથી. પરંતુ લોકોને એવો અંદાજ છે કે તેણે જહાજમાં પોતાની રૂમમાં કેટલીયવાર આત્માઓને જોઈ છે તેમજ ઘણીવાર તેને એકાંતમાં એકલાં એકલાં વાતો કરતા પણ જોયો છે. આ જહાજ ઉપર એક સફેદ મહિલાની આત્માને ઘણીવાર લોકોને જોઈ છે. જહાજ પર એક એવી મહિલા યાત્રા કરી રહી હતી જેને સફેદ વસ્ત્રો બહુ જ પસંદ હતા. અને તે હંમેશાં સફેદ વસ્ત્રોમાં જ દેખાતી હતી. તે મહિલા એકલી જ યાત્રા કરી રહી હતી અને ઘણીવાર એકલી જ એક મધુર સંગીતની ધૂન ઉપર નૃત્ય કરતી રહેતી. અચાનક એક દિવસ તેનું શબ સ્વીમિંગ પુલ પાસે પડેલું મળ્યું. આજે પણ લોકોને તે મહિલા કોઈપણ દરવાજા પાસે એકલી એકલી નૃત્ય કરતી દેખાય છે. લોકોનું માનવું છે કે તેનો ચહેરો બહુ જ ભયાનક છે તે ઉપરાંત સ્વીમિંગ પુલમાં એક બીજી ઘટના બની હતી. આ પુલમાં બીજી બે છોકરીનું પણ ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું. તેથી સ્વીમિંગ પુલમાં આજે પણ લોકોને અચાનક જ પાણીમાં કોઈકના ડૂબવાનો અહેસાસ થાય છે બચાવો બચાવોની ચીસો સંભળાય છે. એક વખતે એક મહિલાએ જણાવ્યું કે જ્યારે તે પાણીમાં નહાઈ રહી હતી તો તેને એવું લાગી રહ્યું હતું કે કોઈક તેને પાણીમાં નીચે ખેંચી રહ્યું છે બહુ જ મુશ્કેલીથી તે પુલની બહાર આવી શકી અને જ્યારે તે બહાર નીકળી રહી હતી તો એણે પાછળ ફરીની જોયું તો તેની પાછળ બીજા બે પગના નિશાન પડી રહ્યા હતા. આટલું જોતાં જ તે ડરના કારણે ત્યાંથી ભાગી ગઈ.
આ જહાજ ઉપર એક એવી મહિલા હતી જે ગર્ભવતી હતી અને તેણે આ જહાજ ઉપર એક બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ દુર્ભાગ્ય રૂપ બનેલું બાળક થોડાંક જ દિવસમાં મરી ગયું. તે મહિલા પોતાના નાના બાળકને લઈને ઘણીવાર પ્લેરૂમમાં જતી હતી. જ્યાં બીજા બાળકો આ નાના બાળકની જોડે રમતાં રહેતાં હતાં. લોકોનું માનવું છે કે પેલા બાળકના મૃત્યુ પાછી ત્યાં રમતાં બીજા બાળકોની મનોવૃત્તિ બદલાઇ ગઈ અને તેઓ એકબીજા જોડે કારણ વગર લડાઈ-ઝઘડા કરતાં રહેતાં હતાં.
salil1611@yahoo.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જહાજ ઉપર આત્માઓનો કબજો appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/ship-on-souls-occupation/
via Best Gujarati News
0 Comments