અંગદ બેદી અને નેહા ધુપિયાએ થોડાક દિવસ પહેલા લગ્ન કર્યા હતા. પરંતુ રિપોર્ટ અનુસાર નેહાથી લગ્ન પહેલા અંગદ નોરા ફતેહીને ડેટ કરી રહ્યો હતો. રિપોર્ટ્સ મુજબ અંગદે નોરા સાથે ચીટિંગ કરી હતી. જેને લઇને નોરાએ આ રિલેશનશિપને ખતમ કરી લીધી હતી.

અંગદ અને નોરાએ એકબીજાથી વાત કરવાની બંધ કરી દીધી હતી અને આ અંગે મીડિયાથી પણ ખુલીને વાતચીત ન કરી હતી. હાલમાં નોરાએ આ અંગે એક ઇન્ટરવ્યુમાં કહ્યું તે દરેક છોકરીઓ ક્યારેકને ક્યારેક આ સ્થિતિમાંથી પસાર થાય છે. મારા માટે તે થોડુંક મુશ્કેલ હતું. કારણકે મેં ક્યારેય આવું વિચાર્યું ન હતું અને હું ખૂબ પરેશાન થઇ ગઇ હતી.

તેને કહ્યું કે, હુ આશરે બે મહિના સુધી તનાવમાં હતી. પરંતુ હું એવું કહી શકુ કે આ અનુભવે મને ઘણી હદ સુધી બદલીને રાખી દીધી હતી. એવો પણ સમય હતો જ્યારે હું મારા કરિયરને લઇને નિરાશ હતી. પરંતુ જ્યારે બ્રેકઅપ થયું ત્યારે એક વખત ફરી મને હિમ્મત આવી અને મારા કરિયરને લઇને એક વખત ફરી પૈશનેટ થઇ ગઇ હતી. હું કામ કરવા માંગતી હતી અને હું દરેક લોકોને ખોટા સાબિત કરવા માંગતી હતી. હું ક્યારેય તે બ્રેકઅપ માટે રિગ્રેટ નથી કરતી. કારણકે તે બ્રેકઅપ ન થતુ તો મારુ પેશન પરત ન આવતું. જેની હું ઘણા સમયથી રાહ જોઇ રહી હતી.

ઉલ્લેખનીય છે કે નોરાએ ગત કેટલાક સમયથી ઘણા સુપરહિટ બોલીવુડને આપ્યા છે અને તેના કરિયર ગ્રાફમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જ્યારે અંગદ અને નેહાએ લગ્ન કરી લીધા છે તેમને એક પુત્રી પણ છે. તેનું નામ મહેર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અંગદ બેદીની સાથે બ્રેકઅપને લઇને નોરા ફતેહીએ કર્યો ખુલાસો appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/nora-fatehi-responded-with-the-first-time-on-the-break-with-angad-bedi/
via Best Gujarati News