રાજનીતિમાં પોતાનું કરિયર બનાવવાને લઇને સારાએ કહી દીધું કંઇક એવું કે…
અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાને તેની પ્રથમ ફિલ્મ કેદારનાથથી બોલીવુડમાં ધમાલ મચાવી દીધી છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. સારા ઓડિયન્સનું દિલ જીતવામાં કામયાબ રહી. હવે સારાએ એક ઇન્ટરવ્યુમાં રાજનીતિમાં એન્ટ્રીને લઇને વાત કરી છે. તેને જણાવ્યું કે તે ક્યારેય રાજનીતિમાં આવશે કે નહીં.
સારાએ કહ્યું કે હું લાઇફમાં આગળ જઇને રાજનીતિમાં મારુ કરિયર બનાવવા માંગુ છું. જોકે, એક્ટિંગ હંમેશા મારી પ્રાથમિકતા રહેશે. ભવિષ્યમાં રાજનીતિમાં સામેલ થવા માંગુ છું. સારાએ કોલંબિયા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.
વર્કફ્રન્ટની વાત પર, સારા ઇમ્તિયાજ અલી ની ફિલ્મ લવ આજકાલના સીક્વલમાં નજરે પડવાની છે. ફિલ્મમાં કાર્તિક આર્યન તેના ઓપોજિટ રોલમાં હશે. ફિલ્મમાં દિલ્હીના શેડ્યુલની શુટિંગ પૂરી થઇ ચૂકી છે. તે સિવાય તે વરુણ ધવનના ઓપોજિટ ફિલ્મ કુલી નંબર-1માં જોવા મળશે. સારાને આ વર્ષે ફિલ્મફેયરના બેસ્ટ ડેબ્યુ અભિનેત્રી એવોર્ડ પણ મળ્યો છે. સારાના ફેન્સ તેમની આગામી ફિલ્મની રાહ જોઇ રહ્યા છે.
હાલ સારા ન્યુયોર્કમાં બેસ્ટ ફ્રેન્ડ સાથે હોલિડે એન્જોય કરી રહી છે. તેના હોલિડેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. વેકેશન પર સારા અલી ખાનનું અમેજિંગ ફેશન સેન્સ પણ જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રાજનીતિમાં પોતાનું કરિયર બનાવવાને લઇને સારાએ કહી દીધું કંઇક એવું કે… appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/want-to-make-a-career-in-politics-sara-ali-khan-given-answer/
via Best Gujarati News
0 Comments