ઉરી સર્જીકલ સ્ટ્રાઇકના ‘હીરો’ એ કર્યો ઘટસ્ફોટ, આઝાદ છે સેના જવાબી કાર્યવાહી માટે….
2016ની સાલમાં કરાયેલ સર્જીકલ સ્ટ્રાઇકનું નેતૃત્વ કરી ચૂકેલા લેફ્ટિનેંટ જનરલ (રિટાયર્ડ) ડી.એસ.હુડ્ડા એ શુક્રવારના રોજ કહ્યું કે મોદી સરકારે સેનાના સરહદ પાર હુમલો કરવાની અનુમતિ આપવામાં ખૂબ મોટો સંકલ્પ દેખાડ્યો છે, પરંતુ સેનાના હાથ આની પહેલાં પણ બંધાયેલા નહોતા. હુડ્ડા જાહેરાત સંગઠનો દ્વારા આયોજીત એક વાર્ષિક કાર્યક્રમ ‘ગોવા ફેસ્ટ’માં બોલી રહ્યા હતા. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પીએમ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ એમ કહ્યું હતું કે જવાબી કાર્યવાહી માટે સેનાને ખુલી છૂટ આપી દેવામાં આવી છે. હુમલો કયારે, કયાં અને કેવી રીતે કરવાનો છે એ સેના નક્કી કરશે.
સેનાના હાથ બંધાયેલા નથી , હંમેશા છૂટા જ છે
તેમણે કહ્યું કે હાલની સરકારે સરહદ પાર જઇ સર્જીકલ સ્ટ્રાઇક અને બાલાકોટમાં હવાઇ હુમલાની મંજૂરી આપી તે ચોક્કસ મબાન રાજકીય સંકલ્પ દેખાયો છે. પરંતુ આની પહેલાં પણ તેમની સેનાના હાથ બંધાયેલા નહોતા. તેમણે કહ્યું કે સેનાને ખુલી છૂટ આપવા અંગે ઘણી બધી વાતો થઇ છે, પરંતુ 1947થી સેના સરહદ પર સ્વતંત્ર છે. તેને ત્રણ-ચાર યુદ્ધ લડ્યા છે.
હુડ્ડા એ કહ્યું કે નિયંત્રણ રેખા એક ખતરનાક જગ્યા છે કારણ કે મેં કહ્યું કે તમારી ઉપર ગોળીબાર થઇ રહ્યો હોય અને જમીન પર સૈનિક તેનો તરત જવાબ આપશે. તે (સૈનિક) મને પણ પૂછતા નથી. કોઇ મંજૂરી લેવાનો પ્રશ્ન જ નથી. સેનાને ખુલી છૂટ આપવામાં આવી છે અને એ બધું જ સાથે થયું, કોઇ વિકલ્પ નથી. હુડ્ડાએ સપ્ટેમ્બર 2016માં ઉરી આતંકી હુમલા બાદ સરહદ પાર સર્જીકલ સ્ટ્રાઇકના સમયે સેનાની ઉત્તરી કમાનનું નેતૃત્વ કર્યું હતું.
ઉરી હુમલા પહેલાં જ મળી હતી ટ્રેનિંગ
હુડ્ડાએ કહ્યું કે સર્જીકલ સ્ટ્રાઇક માટે ઉરી હુમલાના અંદાજે એક વર્ષ પહેલાં સ્પેશય ફોર્સને ટ્રેનિંગ અપાઇ હતી. તેમણે કહ્યું (ઉરી હુમલા પહેલાં) છેલ્લાં એક વર્ષથી સ્પેશ્યલ ફોર્સીસ તેના માટે તૈયારી કરી રહ્યું હતું. જો આપણે સરહદ પાર પાકિસ્તાનમાં હુમલો કરવો હોય તો આપણે શું કરવું પડશે. અમે સરહદ પર પાંચ આતંકી શિબિરોને નિશાને બનાવાનું નિર્ણય કર્યો. સૌભાગ્યપણે અમે તેમને સ્તબ્ધ કરી દીધા.
ઉલ્લેખનીય છે કે હુડ્ડા હાલ રાષ્ટ્રીય સુરક્ષા પર કોંગ્રેસની ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરી રહ્યાં છે. તેમણે સેનાની ઉત્તરી કમાનનું એ સમયે નેતૃત્વ કર્યું હતું, જ્યારે સ્પેશ્યલ ફોર્સ કમાન્ડોએ ઉરી આતંકી હુમલા બાદ સપ્ટેમ્બર 2016મા સરહદ પાર સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી.
આ Video પણ જુઓ : રાહુલ ગાંધી અને પ્રિયંકાના ગુજરાત પ્રવાસમાં થયો ફેરફાર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઉરી સર્જીકલ સ્ટ્રાઇકના ‘હીરો’ એ કર્યો ઘટસ્ફોટ, આઝાદ છે સેના જવાબી કાર્યવાહી માટે…. appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/commandos-were-ready-for-surgical-strikes-before-uri-terrorist-attack-d-s-hooda/
via Best Gujarati News
0 Comments