રીયલ રિલેશન : નમન મુનશી

વાત ૧૯૬૬ની છે. એ સમયે નાસીર હુસેનના દિમાગમાં એક ફ્લ્મિનો પ્લોટ હતો. એ પ્લોટ લઇ સ્ટાર ઈન ડિમાન્ડ દેવ આનંદ અને તેના ભાઈ વિજય આનંદ પાસે ગયા. નાસીરની ઈચ્છા હતી કે દેવ આનંદ ફ્લ્મિ હીરો તરીકે કરે અને વિજય આનંદ તેમને ડિરેક્ટ કરે. બંને ભાઈઓને ખૂબ પસંદ પડી, દેવ આનંદે કહ્યું, ‘કહાની તો બહોત અચ્છી હૈ. પર બીઝી શિડયુઅલ કે ચલતે મૈં નહીં કર પાઉંગા. આપ કિસી ર કે સાથ યહ ફિલ્મ કર લેં!’ વિજય આનંદ આ ફ્લ્મિ ડિરેક્ટ કરવા તૈયાર થઈ ગયા.

દેવ આનંદે ના પાડી તો નાસીર ફ્લ્મિની સ્ક્રિપ્ટ લઈ શમ્મી કપૂર પાસે પહોંચી ગયા. શમ્મી આ પહેલા નાસીર સાહેબની બે ફ્લ્મિો ૧૯૫૭ની ‘તુમસા નહીં દેખા’ અને ૧૯૫૯ની ‘દિલ દે કે દેખો’ કરી ચૂક્યો હતો, સ્વાભાવિક રીતે નાસીરની બીજી પસંદગી શમ્મી જ હોય. શમ્મીને ખબર હતી કે આ ફ્લ્મિ પહેલા દેવ આનંદ કરવાના હતા. શમ્મી કપૂર પોતાના સિનિયર આર્ટિસ્ટના પેંગડામાં પગ નહોતા નાખવા માંગતો. આથી તેણે નાસીરજીને કહ્યું, જો દેવ સાહેબ ખુદ તેને કહે કે તેઓ આ ફ્લ્મિ નથી કરી રહ્યા અને હું એ ફ્લ્મિ કરું તો તેમને વાંધો નથી તો જ આ ફ્લ્મિ હું લઈ શકું. આખરે દેવ આનંદે શમ્મી કપૂરને લીલી ઝંડી આપી અને શમ્મીએ રોલ સ્વીકારી લીધો. તે ફ્લ્મિ હતી તીસરી મંઝિલ.

આ પ્રમાણે દેવ આનંદ બીજા કલાકારની કારકિર્દી ઝળકાવવામાં આડકતરી રીતે મોટો રોલ ભજવી ગયો છે, સુપરહિટ થયેલી અમિતાભની ફિલ્મ જંજીર પણ પહેલાં દેવ આનંદને ઓફ્ર થઇ હતી.

સુખ-દુઃખ, સફ્ળતા-નિષ્ફ્ળતા માનવીય જીવનનો એક ભાગ છે. તેમાંથી હીરો હિરોઈન પણ બાકાત નથી રહેતા, પડદા પર મજબૂત દેખાતા, કપરા સમયમાં પણ આક્રોશ દર્શાવતા, દસ દસ ગુંડાઓને પછાડતા આવા એક્ટર્સ અંગત જીવનમાં પોતાનું સૌથી પ્યારું પાત્ર ગુમાવવાનું થાય તો એના દુઃખથી હચમચી જાય છે. શમ્મીની પત્ની ગીતા બાલી ૧૯૬૫માં શીતળાના રોગમાં મૃત્યુ પામી, ત્યારે શમ્મી માટે આ આઘાત ઘણો અસહ્ય થઇ પડયો હતો.

ગીતા બાલીનું અસલી નામ હરકીર્તન કૌર, જન્મ ભાગલા પહેલાંના પંજાબમાં ૧૯૩૦માં થયો હતો., (અત્યારે એ સ્થળ પાકિસ્તાન સ્થિત શહેર સરગોધામાં છે) ગીતા બાલી હિન્દી ફ્લ્મિોની કેટલીક ખૂબસૂરત અભિનેત્રીઓમાંની એક છે. તેની ગણના બોલિવૂડની મોસ્ટ સ્પોન્ટેનિયસ અને લાક્ષણિક અદાકારામાં થાય છે. ફ્લ્મિી કરિઅર ૧૨ વર્ષની ઉંમરે શરૂ કરી દીધી હતી. મુખ્ય હિરોઈન તરીકેની તેની ૧૯૪૬માં ‘બદનામી’ હતી. ૧૯૫૦માં ગીતાએ પોતાના ભાવિ જેઠ રાજ કપૂર સાથે ‘બાંવરે નૈન’ માં તેમજ ભાવિ સસરા પૃથ્વી રાજ કપૂર જોડે ‘આનંદ મઠ’માં પણ કામ કર્યું હતું.

ગીતા બાલી અને શમ્મી કપૂરને ગોલ્ડન કપલના નામથી લોકો ઓળખતા હતા. ૧૯૫૫માં ‘રંગીન રાતે’ ફ્લ્મિના શૂટિંગ દરમ્યાન શમ્મીએ ગીતા બાલીને પ્રપોઝ કર્યું હતું. એ સમયે ગીતા બાલીએ ના કહ્યું હતું. એ પછી ઘણાં સમય સુધી શમ્મી કપૂર ગીતા બાલીની પાછળ જ પડી ગયા અને અંતે ગીતા બાલીએ લગ્ન માટે હા કહી હતી. આ બંનેનો સંબંધ બેઉના પરિવારને મંજૂર ન હતો એટલે મંદિરમાં લગ્ન કર્યા હતા, તે સમયે માંગમાં ભરવા સિંદૂર ન હતું તેથી લિપસ્ટિકથી માંગ ભરી હતી શમ્મીએ. કપૂર પરિવારની પોલિસી પ્રમાણે ગીતાએ ફ્લ્મિોમાં કામ કરવાનું બંધ નહોતું કર્યું. તે છેવટ સુધી ફ્લ્મિોમાં એક્ટિંગ કરતી રહી હતી, તેના નામે ૭૦થી વધુ ફ્લ્મિો છે. શમ્મીએ પણ ૭૦ પ્લસ ફ્લ્મિો કરી છે.

ગીતાનાં મૃત્યુ પછી થોડી વખત તૂટી પડેલા શમ્મીને ફ્લ્મિોએ જ સહારો આપ્યો એ ફ્રી જીવનમાં અને ફ્લ્મિી લાઈનમાં ગોઠવાઈ ગયા.

ફ્લ્મિ ‘બ્રહ્મચારી’ ૧૯૬૮ દરમ્યાન હિરોઈન મુમતાઝ જોડે પ્રેમ થઇ ગયો, મુમતાઝ ત્યારે ૧૮ વરસની હતી અને તેનો ફ્લ્મિોગ્રાફ બહુ ઝડપથી આગળ વધી રહ્યો હતો. શમ્મીની લગ્ન પછી ફ્લ્મિો નહીં કરવાની શરતને લીધે આ પ્રેમસંબંધ પૂરો થઇ ગયો. ત્યારબાદ શમ્મીકપૂરે  ભાવનગરના ગુજરાતી નીલા દેવી જોડે ૨૭ જાન્યુઆરી ૧૯૬૯ના રોજ લગ્ન કર્યા હતા.

શમ્મી – ગીતાને એક છોકરો આદિત્ય રાજ કપૂર અમે દીકરી કંચન છે. આદિત્યએ ફ્લ્મિ ‘જબ સે તુમકો દેખા’માં બાળકલાકાર તરીકે કામ કર્યું હતું. ફ્લ્મિ ‘બોબી’ માં કાકા રાજ કપૂરને દિગ્દર્શનમાં આસિસ્ટ કર્યા હતા. સત્યમ શિવમ સુન્દરમ (શશી), ગિરફ્તાર (અમિતાભ), દિલ તેરા આશિક, સાજન (સલમાન-માધુરી) જેવી ફ્લ્મિોમાં પણ આસિસ્ટન્ટ ડિરેક્ટરની જવાબદારી નિભાવી, એક-બે ફ્લ્મિો (ડોન્ટ સ્ટોપ ડ્રીમિંગ, સાંભર સાલસા)નું નિર્દેશન પણ કર્યું, પરંતુ આ કપૂર નબીરાને બહુ જશ ન મળ્યો, મીડિયા એ પણ ખાસ નોંધ ન લીધી.

જ્યારે ફિલ્મોમાં સફ્ળતા ન મળી ત્યારે અલગ રસ્તો ખેડવાનું કર્યું. વેર હાઉસ ભાડે લઇ બિઝનેસ શરૂ કર્યો, કંસ્ટ્રક્શનમાં ઝંપલાવ્યું, મુંબઈમાં એમ્યુઝમેન્ટ પાર્ક ‘ફેન્ટસી લેન્ડ’ તેમજ દિલ્હીમાં ‘અપ્પુ ઘર’ નું સફ્ળ નિર્માણ કર્યું છે. ધંધાકીય ક્ષેત્રે પણ તેમણે સંઘર્ષ કર્યો છે, સફ્ળતા રાતોરાત નથી મેળવી. કેટલીક ફ્લ્મિોમાં નાના રોલ કરતા રહે છે. તેના લગ્ન પ્રીતિ નામની કન્યા જોડે પ્રીત કરી થયા છે અને બે બાળકોના પેરન્ટ્સ છે.

કંચન શમ્મી કપૂરના લગ્ન, ફ્લ્મિ નિર્દેશક મનમોહન દેસાઈ (અમિતાભ સાથે સફ્ળ ફ્લ્મિોની લંગાર લગાવી હતી)ના પુત્ર કેતન સાથે થયા છે. તેમને પૂજા અને રાજ રાજેશ્વરી નામની બે પુત્રી છે.

cine@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અહેસાન તેરા હોગા મુઝ પર, દિલ ચાહતા હૈ વો કહને દો appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/ahsan-tera-hoga-muz-on-din/
via Best Gujarati News