માર્ચ ૨૦૧૯ લોકસભા ચૂંટણી શરૂ થવાના બરાબર એક મહિના પહેલાં. ફેસબુક પર લાઇવ વીડિયોના દરમિયાન એક વ્યક્તિ એક ઓડિયો ક્લિપ ચલાવે છે. દેશના ટોચના કેટલાક પક્ષોના રાજકીય નેતાઓની સ્પિચ અને અલગ અલગ વીડિયોમાંથી ટૂકડા લઈને એક ક્લિપ બનાવવામાં આવી છે. અનેક ક્લિપના તોડજોડ દ્વારા તૈયાર કરાયેલી આ ક્લિપમાં એવું સાબિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે, દેશના ટોચના રાજકીય નેતાઓ દ્વારા ચૂંટણી માટે કંઈપણ કરવામાં આવે છે. આવી ક્લિપ અને વીડિયોનો સૌથી મોટો ફેલાવો થાય છે સોશિયલ મીડિયા દ્વારા. ૨૪ કલાકની અંદર આ વીડિયો ૨૫ લાખ વાર જોવાઈ ગયો અને દોઢ લાખ લોકોએ તેને શેર કર્યો. જ્યારે ફેક્ટ ચેકિંગ વેબસાઇટ બૂમે તેની તપાસ કરી તો જાણવા મળ્યું કે કેટલીક એક નકલી ઓડિયો ક્લિપ તૈયાર કરાઈ હતી. બૂમ ભારતમાં ફેસબુકની ભાગીદાર વેબસાઇટ છે અને ચૂંટણી દરમિયાન ફેક ન્યૂઝને ફેલાતા રોકવાનો પ્રયાસ કરે છે.

ચૂંટણી સિઝનમાં સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ રહેલી નકલી સામગ્રીનો એ એક નાનકડું ઉદાહરણ છે. ફેક્ટ ચેકિંગ વેબસાઇટે જેટલી ઝડપથી તેનો પર્દાફાશ કરી રહી છે, તેનાથી ક્યાંય વધુ ઝડપથી ફેક ન્યૂઝ ફેક્ટરીઓ ઇન્ટરનેટમાં નવી સામગ્રી પોસ્ટ કરતી રહી છે. લોકસભા ચૂંટણી પર તેની ઘણી મોટી અસર પડી શકે છે.

ફેક ન્યૂઝનો પ્રચાર

વોટ્સ એપ પર આવેલા કોઈ પણ મેસેજને આગળ મોકલવો કે એમ કહીએ કે ફોરવર્ડ કરવા સામાન્ય લોકો માટે એક લત થઈ ગઈ છે. ઘણી વખત આ માહિતી ખોટી હોય છે. ૨૦૧૮માં એવી ખોટી જાણકારીને પગલે દેશના અલગ અલગ વિસ્તારમાં ટોળાંએ ૩૦થી વધુ લોકોનો જીવ લીધો હતો. વોટ્સ એપ પર ફેલાયેલા મેસેજ અને વીડિયો અનુસાર બાળકોનું અપહરણ કરનારી ટોળી શહેરમાં ઘૂસી ગઈ હતી. ટોળું કેટલાક લોકો પર શંકા કરતાં તૂટી પડયું હતું અને કેટલાક નિર્દોષોને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

જે રીતે સોશિયલ મીડિયા લોકોના વિચારો પર અસર પાડી રહ્યું છે, તેનાથી એ પક્ષોની છબિ બનાવવા અને બગાડવાનું કામ પણ કરી રહ્યા છે. જિતેન જૈનનું કહેવું છે કે, જો સોશિયલ મીડિયા ફક્ત દસ-પંદર ટકા લોકોના વિચારો પર પ્રભાવ પાડે છે, તો પણ તેનાથી ચૂંટણીના પરિણામો પર અસર પડશે કેમકે ભારતમાં ફક્ત પાંચ કે છ ટકાના અંતરથી ચૂંટણીના પરિણામ નક્કી થાય છે.

તેને રોકવા માટે સોશિયલ મીડિયા કંપનીઓ હવે પોતે જાગૃતિ ફેલાવવાનું કામ પણ કરી રહી છે. વોટ્સ એપે ટીવી, રેડિયો અને અખબારોના માધ્યમથી કેટલીય જાહેરખબરો આપી છે. સાથે જ મેસેજ ફોરવર્ડ કરવાની મર્યાદા પણ પાંચ કરી દીધી છે.  ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એક સંશોધન મુજબ ભાજપની પાસે બેથી ત્રણ લાખ વોટ્સ એપ ગ્રૂપ છે, તો કોંગ્રેસની પાસે લગભગ એક લાખ. દિલચસ્પ વાત તો એ છે કે વોટ્સ એપ એન્ડ ટુ એન્ડ ઇનક્રિપ્શનનો ઉપયોગ કરે છે. તેનો અર્થ એ થયો કે મેસેજ મોકલા અને રિસીવ કરનારાઓ ઉપરાંત તેને કોઈ જોઈ શકતું નથી, વોટ્સ એપ પોતે પણ નહીં. જ્યાં આ એપે પોતાના આ ફીચરને પગલે ડેટાની દૃષ્ટિએ ખૂબ જ સુરક્ષિત મનાય છે, તો આ ફીચર વોટ્સ એપ માટે ગળામાં હાડકાંની જેમ ફસાઈ ગયું છે કેમકે કંપની પોતે પણ જોઈ શકતી નથી કે કયા ગ્રૂપમાં કયા પ્રકારના મેસેજ ફેલાઈ રહ્યા છે.

મોડેથી જાગ્યું ચૂંટણી પંચ

આ દરમિયાન ફેસબુક જેવી કંપનીઓ સ્થાનિક પત્રકારોની સાથે મળીને ફેક ન્યૂઝની ઓળખ કરવા માટે કેટલાય પ્રકારના વર્કશોપ આયોજિત કરી રહી છે. એ ઉપરાંત એક મોટું પગલું એ ભર્યું છે કે ચૂંટણી પંચે તમામ મોટી સોશિયલ મીડિયા કંપનીઓની સાથે મળીને એક સ્વૈચ્છિક આચારસંહિતા પર ચર્ચા કરી છે. કંપનીઓએ તેનું પાલન કરવાનું વચન આપવા સાથે ફેસબુકે તો ભાજપ અને કોંગ્રેસના સમર્થમાં ચાલતા સેંકડો એવા પેજને બ્લોક કરી દીધા છે, જેનાપર ચૂંટણી સબંધિત આપત્તિજનક સામગ્રી હતી.  થિંક ટેન્ક ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ સમીર સરન અનુસાર ચૂંટણી પંચ દ્વારા હાલમાં ઉઠાવાયેલા પગલાં જેમાં મોટી સોશિયલ મીડિયા કંપનીઓને પણ સાથે સાંકળવામાં આવી છે, તે પગલું સરાહનીય છે, પરંતુ એ પૂરતું નથી. આ કંપનીઓને આચારસંહિતા અંતર્ગત લાવવાની જરૂર છે, પરંતુ જેટલા મોટા સ્તરનો એ પડકાર છે, તેનો સામનો ફક્ત રાજકીય જાહેરખબરોને દૂર કરીને કરી શકાય નહીં. સમીર વધુમાં કહે છે કે એવું નથી લાગતું કે છેલ્લી ઘડીએ આ પગલાંથી ચૂંટણીમાં દખલગીરીનું જોખમ ટળી જશે કેમકે તેની યોજના મહિનાઓ પહેલાં જ બની ગઈ હોય છે.  તો વોટ્સ એપ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અભિજિત બોઝે એક નિવેદનમાં કહ્યું છે કે, અમે સુરક્ષિત ચૂંટણી માટે પૂરી સક્રિયતાની સાથે ચૂંટણી પંચ અને સ્થાનિક ભાગીદારોની સાથે મળીને કામ કરી રહ્યા છે અને એ અમારી પ્રાથમિકતા છે. લોકોમાં ખોટી જાણકારીવાળા મેસેજને પહોંચાડવાની જાગૃતિ ફેલાવવી અમારા યૂઝરોની સુરક્ષાને વધારવાની દિશામાં વધુ એક પગલું છે.

જાણવા જેવું…

  • ભારત માટે એક મોટી સમસ્યા એ પણ છે કે તમામ મોટા પક્ષોની પાસે પોતાની આઈટી ટીમ છે, જે સુનિયોજિત રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી છે.
  • સ્માર્ટફોન લોકોને સીધી રીતે ફક્ત ઇન્ટરનેટ સાથે જ નહીં, પણ સોશિયલ મીડિયા સાથે જોડી રહ્યા છે.
  • મોબાઇલ ડેટાના ભાવ પણ એટલા ઓછા થયા કે આખી દુનિયા ભારતને આશ્ચર્યભરી આંખોથી જોઈ રહી છે. ગ્રામીણ લોકો સુધી ઇન્ટરનેટ પહોંચ્યું છે.

ભારત એકલું નથી

એવું નથી કે ભારત દુનિયાનો એક માત્ર દેશ છે, જ્યાં સોશિયલ મીડિયા ચૂંટણીને પ્રભાવિત કરી રહ્યા છે. ૨૦૧૬નાં અમેરિકી ચૂંટણીમાં સતત બહારના હસ્તક્ષેપની વાત થઈ રહી છે. કેમ્બ્રિજ એનેલિટિકાના ખુલાસા બાદ દુનિયાભરમાં ફેસબુકની ટીકા થઈ છે. ફેસબુકે સ્વયં સ્વીકાર્યું કે લોકો સુધી એવી પોસ્ટ પહોંચી જેનાથી ઉમેદવારોની છબિ પર અસર પડી.

એ ઉપરાંત ૨૦૧૮માં બ્રાઝિલ અને મલેશિયામાં યોજાયેલી ચૂંટણીમાં પણ સોશિયલ મીડિયાનો ફેક ન્યૂઝ ફેલાવવામાં ઘણો ઉપયોગ કરાયો હતો. ભારતની જેમ બ્રાઝિલ પણ વોટ્સ એપ માટે એક ખૂબ જ મહત્ત્વનું બજાર છે. કંપનીને ત્યાં આપત્તિજનક માહિતી ફેલાવતા સેંકડો એકાઉન્ટ બંધ કરવા પડયા હતા. હવે થોડા જ સમયમાં ઇન્ડોનેશિયા અને યુરોપિયન સંઘમાં ચૂંટણી થવાની છે અને ત્યાં પણ ફેક ન્યૂઝ અંગે ચિતાં દેખાવા માંડી છે. ભારત માટે એક મોટી સમસ્યા એ પણ છે કે તમામ મોટા પક્ષોની પાસે પોતાની આઈટી ટીમ છે, જે સુનિયોજિત રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી છે, જેથી  ટ્વિટર પર હેશટેગ ટ્રેડ કરાવી શકાય અને એક ફેક ન્યૂઝનો જવાબ બીજી ફેક ન્યૂઝથી આપી શકાય. જિતેન જૈનનું કહેવું છે કે, તમામ પક્ષો છદ્મ જાહેરખબર ફેલાવવા માટે પોતાની આઈટી સેલ્સનો ઉપયોગ કરી રહી છે. ચૂંટણી પંચ તેને રોકવા પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ એ એક એવી સમસ્યા છે, જે કદાચ આ ચૂંટણીમાં રોકી શકાય એમ નથી.

કરોડો નવા યૂઝર

૨૦૧૯ની લોકસભા ચૂંટણી ખાસ છે કેમકે તેમાં ૯૦ કરોડ લોકોની પાસે મતદાનનો અધિકાર છે. કોઈ પણ દેશના ઇતિહાસમાં આ મતદાતાઓની સંખ્યા સૌથી વધુ સંખ્યા છે. આ સમયે ભારતમાં ૫૬ કરોડ લોકો સુધી ઇન્ટરનેટની પહોંચ છે, જ્યારે ગઈ લોકસભા ચૂંટણીમાં માંડ ૨૫ કરોડ લોકો જ ઓનલાઇન હતા. મતલબ કે એટલા લોકો આજ સુધી ક્યારેય ઓનલાઇન ન હતા, જેટલા આજે છે. તેથી મતદાતાઓને સોશિયલ મીડિયા દ્વારા પ્રભાવિત કરવાની સંભાવના પણ અભૂતપૂર્વ છે.

એ દરમિયાન ફોન તો સસ્તા થયા જ સાથે સાથે મોબાઇલ ડેટાના ભાવ પણ એટલા ઓછા થઈ ગયા કે આખી દુનિયા ભારતને આશ્ચર્યભરી આંખોથી જોઈ રહી છે. ગ્રામીણ લોકો સુધી ઇન્ટરનેટ પહોંચી ગયું છે. દિલ્હી સ્થિત સાયબર એક્સ્પર્ટ જિતેન જૈને ડોયચે વેલે સાથેની વાતચીતમાં એ અંગે કહ્યું કે, લાખો લોકો જિંદગીમાં પહેલી વખત ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. તેમની પાસે ન તો સાયબર સિક્યોરિટીની સમજ છે, ન તો ફેક ન્યૂઝની. તેથી એ લોકો દરેક એ ચીજ પર ભરોંસો મૂકે છે, જે તેઓ વોટ્સ એપ કે ફેસબુક પર જુએ છે.

ભારતમાં ૩૦ કરોડ લોકો ફેસબુક પર રજિસ્ટર્ડ છે અને ૨૦ કરોડ વોટ્સ એપનો ઉપયોગ કરી રહ્યા છે. ફેસબુક અને વોટ્સ એપ બંને માટે ભારત સૌથી મોટું બજાર છે. આંકડા દર્શાવે છે કે દેશમાં સ્માર્ટ ફોન ઉપયોગ કરનારાઓમાં ૯૦ ટકાથી વધુની પાસે વોટ્સ એપ છે. એ દરમિયાન બજારમાં વેચાઈ રહેલા સ્માર્ટ ફોનમાં પહેલેથી જ ફેસબુક અને વોટ્સ એપ જેવી એપ નાંખેલી જ હોય છે. મતલબ કે સ્માર્ટફોન લોકોને સીધી રીતે ફક્ત ઇન્ટરનેટ સાથે જ નહીં, પણ સોશિયલ મીડિયા સાથે જોડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શું આ ભારતની પહેલી વોટ્સ એપ ચૂંટણી છે ? appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/what-a-india-first-watts-a/
via Best Gujarati News