લાંચિયા અધિકારીઓ પર ACBનો સકંજો યથાવત રહ્યો છે. દાહોદમાં સંજેલી તાલુકા પંચાયતનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. મનરેગા શાખાનો કર્મી અને તેનો વચેટિયો રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપાયા છે. દાહોદમાં લાંચીયા ઓફીસર પર સકંજો કસાયો છે. સંજેલી તાલુકા પંચાયતના મનરેગા શાખાનો કર્મચારી રૂપિયા 20,000 ની લાંચ સ્વિકારતા તેની ધરપકડ કરાઇ છે. લાંચના નાણા ફોનથી માંગવામાં આવ્યા હતા. અને તેને સ્વિકારવા વચોટીયો આવ્યો હતો. જેમાં તે બન્ને ફસાયા હતા.

દાહોદ એસીબી અધિકારી તથા સ્ટાફે છટકુ ગોઠવી સંજેલી તાલુકા પંચાયતની મનરેગા શાખામાં ટેકનીકલ આસીસ્ટન્ટ તથા ખાનગી વ્યક્તિને વીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

ફરીયાદ કરનાર સંજેલીના આગેવાનના પિતાના નામે સર્વે નં. 207 વાળી જમીનમાં અગાઉ જુથ કુવો મંજુર થયો અને કામ પૂર્ણ થતા રૂપિયા મળી ગયા હતા. પરંતુ જે રૂપિયા મળવાના બાકી હતા. તેમજ ભવિષ્યમાં બીજા કામો કરાવવા સંજેલી તાલુકા પંચાયતની મનરેગા શાખામાં ટેકનીકલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર નરેન્દ્રભાઇ બાકલીયા રહે. અનાસ તા.જી. દાહોદના અવારનવાર લાંચના રૂપિયા માટે ફરીયાદીને ફોન કરી માંગણી કરતા હતા.

આ સંબંધે દાહોદ એ.સી.બી. પો. સ્ટેશનમાં ફરીયાદીએ ફરીયાદ નોંધાવતા દાહોદ એ.સી.બી. પી.આઇ. એ. કે. વાઘેલા સુપરવિઝન અધિકારી પી.એમ. પરમાર તથા સ્ટાફે છટકુ ગોઠવી સંજેલી તાલુકાના હિરોલા ગામે ફરીયાદીના ઘરેથી રૂપિયા વીસ હજાર ધર્મેન્દ્ર બાકલીયાએ લઇ સાથે આવેલા બકુલ બચુભાઇ વસૈયાને આપતા એસીબીએ રૂપિયા રીકવર કરી બંનેની અટક કરી કાયદેસરથી કાર્યવાહી હાથધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post લાંચિયા અધિકારીઓ પર ACBનો સકંજો યથાવત, મનરેગાનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/acb-arrested-mgnrega-yojana-officer-in-bribe-case/
via Best Gujarati News