શ્રીલંકામાં વધુ એક આત્મઘાતી હુમલો, 6 બાળકો સહિત 15 લોકોના મોત થતા ફફડાટ
શ્રીલંકામાં સીરીયલ બોમ્બ બ્લાસ્ટથી નરસંહાર કરનારાઓની ધરપકડ થઇ રહી છે. સ્થાનિક તપાસ એજન્સીઓ શંકાસ્પદોને પકડવા માટે મેરેથોન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને અત્યાર સુધીમાં 75થી વધુ લોકોની ધરપકડ થઇ ચૂકી છે. આ ચાંપતા બંદોબસ્તની વચ્ચે શુક્રવારની સાંજે ઇસ્ટર્ન પ્રાંતમાં એક ઠેકાણા પર દરોડા પડાયા. આ દરમ્યાના અહીં શંકાસ્પદે પોતાને બોમ્બથી ઉડાવી દીધો. તેની સાથે 15 લોકોના મોત થયા છે, તેમાં 6 બાળકોનો પણ સમાવેશ છે. પોલીસના જણાવ્યાનુસાર 15ના મોતમાં 3 શંકાસ્પદોના પણ મોત થયા છે.
કહેવાય છે કે ઇસ્ટર્ન પ્રાંતના આ વિસ્તારમાં સુરક્ષાબળોનો સામનો ભારે હથિયારબંધ લોકો સામે થયો. પોલીસ પ્રવકતાએ કહ્યું કે કોલંબોથી 325 કિલોમીટર દૂર આવેલા દરિયાકિનારાના શહેર સમ્મનતુરઇમાં ગોળીબાર દરમ્યાન કમ સે કમ એક આત્મઘાતી હુમલાખોરે પોતાને વિસ્ફોટ કરી ઉડાવી દીધો. સાથો સાથ સુરક્ષાબળોના ફાયરિંગમાં બે હથિયારબંદ શંકાસ્પદોના પણ મોત થયા. પોલીસે કહ્યું કે તેમણે વિસ્ફોટકોનો મોટો જથ્થો, એક ડ્રોન અને ઇસ્લામિક સ્ટેટના લોકોવાળા એક બેનરને જપ્ત કર્યું છે.
AFP quoting Sri Lanka Police: 15 killed in raid on Islamist hideout
— ANI (@ANI) April 27, 2019
શ્રીલંકામાં આઇએસના સભ્યો દર્શાવતો એક વીડિયોમાં જે રીતે પહેરવેશ હતો, તે દરોડામાં મળેલા વીડિયોમાં જોતા આઇએસની પૃષ્ઠભૂમિથી મળતો આવતો હતો.
350થી વધુ લોકોના મોતવાળી આ દર્દનાક ઘટના પર શ્રીલંકાના વડાપ્રધન રાનિલ વિક્રમસિંઘ કહ્યું કે આઇએસઆઇએસ સાથે જોડાયેલા સ્થાનિક આતંકવાદી સંગઠનોની તરફથી રજૂ કરાયેલા ખતરાથી છૂટકારો મેળવવા માટે દેશને નવા કાયદાની જરૂર છે. વિક્રમસિંઘે કહ્યું કે આ આતંકવાદને મદદ કરવાની પરિભાષા ખૂબ જ સંકીર્ણ છે. આથી આ પ્રકારની સ્થિતિને નિપટાવા માટે કાયદો મજબૂત નથી.
આપને જણાવી દઇએ કે 21મી એપ્રિલના રોજ ખ્રિસ્તીઓના તહેવાર ઇસ્ટર ડેના અવસર પર શ્રીલંકાના અલગ-અલગ વિસ્તારોમાં ચર્ચોને બોમ્બ બ્લાસ્ટથી હચમચાવી દેવામાં આવ્યા હતા. આ હુમલામાં 350થી વધુ લોકોના મોત થયા હતા અને અસંખ્ય લોકો ઘાયલ તયા હતા. હુમલા બાદ એક તસવીર સામે આવી હતી, જેને આઇએસ દ્વારા રજૂ કરાઇ છે. ત્યારબાદ તપાસમાં જોડાયેલ સ્થાનિક પોલીસે ગયા ગુરૂવારના રોજ કેટલાંક શંકાસ્પદોના નામ અને ફોટો રજૂ કરી તેમના અંગે માહિતી માંગી છે. સાથો સાથ શંકાસ્પદોની ધરપકડ પણ કરાઇ રહી છે. જો કે આ હુમલાની જવાબદારી આઇએસઆઇએસ એ પણ લીધી છે પરંતુ સ્થાનિક સંગઠનોની ભૂમિકાની પણ તપાસ થઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શ્રીલંકામાં વધુ એક આત્મઘાતી હુમલો, 6 બાળકો સહિત 15 લોકોના મોત થતા ફફડાટ appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/sri-lanka-police-15-killed-in-raid-on-islamist-hideout/
via Best Gujarati News
0 Comments