સાધિકા ઉપર બળાત્કારનો ગુનો નોંધાયા બાદ નારાયણ સાઇ ખૂબ ભાગ્યો હતો. તપાસથી બચવા તેણે શામ, દામ, દંડ, ભેદ એમ તમામ રસ્તા અપનાવ્યા હતાં. કેસ પડતો મૂકાય એ દિશાના પ્રયત્નો સફળ ન થતાં તેણે તપાસ નબળી પાડવા માટે કાવતરાબાજી કરી હતી.

નારાયણની શોધખોળ દરમિયાન અમદાવાદમાં પાડવામાં આવેલા દરોડામાં એક સાધકની ઓફિસમાંથી ૧૮૦ પોટલા ભરી દસ્તાવેજો મળ્યા હતાં. બળાત્કારના કેસની સાથે ત્રણ હજાર કરોડની કહેવાતી સંપતિની તપાસ પણ થવા માંડતાં નારાયણ ડરી ગયો હતો.

સાઇએ અંગત વિશ્વાસુઓને કામે લગાવ્યા હતાં. પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની ચેમ્બરમાં પગ ઉપર પગ ચઢાવી ચા ની ચૂસકી લેવા ટેલાયેલા કેતન નામના સાધકને આગળ કરી પોલીસને લાંચ આપી કેસ નબળો પાડવાનું કાવતરું રચાયુ હતું. આ માટે ક્રાઇમ બ્રાન્ચના એ સમયના ફોજદાર કંભાણીને ફોડવામાં આવ્યો હતો. સાધક ઉદય ગાંગાણી હસ્તક ૧૩ કરોડમાં ડીલ નક્કી કરવામાં આવી હતી.

જો કે પોલીસના ટેકનિકલ સર્વેલન્સમાં આ કાવતરું ખુલ્લુ પડી ગયું હતું. નાણાંની લેવડ દેવડ ચોકબજારમાં ગાંધી પ્રતિમા પાસે થવાની હતી. અહીં ટ્રેપ ગોઠવી લાંચ આપવા આવેલા અને લેવા ગયેલાને ઝડપી લેવાયા હતાં.

આ કેસમાં પીએસઆઇ ચંદુ મોહનભાઇ કુંભાણી, નારાયણના લીગલ એડવાઇઝર ગણાતાં ઉદય નવીનચંદ્ર સાંગાણી, ડ્રાઇવર ધિરજ નરિમાન પટેલ, બિલ્ડર કેતન મહાદેવભાઇ પટેલ, હસમુખ દલપતભાઇ ઉપાધ્યાય, ભાવેશ ચતુર પટેલ, હિતેન્દ્ર હમીરસિંહ વાઘેલા, નરેશ ઉર્ફે રૂપાભાઇ ભોગળમલ મકલાની વિગેરેની ધરપકડ કરાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ભૂંડી લીલામાં ભીનું સંકેલવા પોલીસને અપાઈ 13 કરોડની લાંચની લાલચ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/narayan-sai-rape-case-police-issued-13-crore-bribe-to-lure/
via Best Gujarati News