નિવૃત વનકર્મીને રંગીન મિજાજ ભારે પડ્યો, મસાજ અને ફન ક્લબના નામે લાખો રૂપિયા ગુમાવ્યા
રાજપીપળામાં નિવૃતિ બાદ પણ વનકર્મીને મહિલાઓ સાથે દોસ્તીનો અભરખો ભારે પડી ગયો હતો. પોતાના રંગીન મિજાજને કારણે વનકર્મીને 8 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ડે ટુ નાઇટ લવર મસાજ કલબ અને હોટ એન્ડ કૂલ ફન કલબના સભ્ય બનાવવાના નામે ટોળકીએ અલગ-અલગ એકાઉન્ટમાં 8 લાખ રૂપિયા જમા કરાવડાવી છેતરપિંડી કરી છે.
આ બાબતની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં ફરીયાદી કિશોરભાઇ ઉમગભાઇ દોષી (રહે. રામબાગ સોસાયટી રાજપીપલા)એ આરોપીઓ ડેટુ નાઇટ મસાજ ક્લબ તથા હોટ એન્ડ કુલ કંપનીના માલિક બેંક હોલ્ડર પવનકુમાર, કવિતા, મખ્ખનસિંગ, રાહુલ દવે સામે ફરિયાદ નોંધાવી હતી.
બનાવની વિગત અનુસાર, રાજપીપળાના રામબાગ સોસાયટીમાં રહેતાં નિવૃત વનકર્મી કિશોર દોષીએ ડે ટુ નાઇટ લવર મસાજ કલબ અને હોટ એન્ડ કૂલ ફન ક્લબની મેમ્બરશીપ મેળવવા કેટલાક મોબાઇલ નંબર ઉપર સંપર્ક કર્યો હતો. તેમની સાથે અલગ અલગ નંબરો પરથી અલગ અલગ વ્યકિતઓએ વાતચીત કરી હતી. ટોળકીના સાગરિતોએ એકબીજાના મેળાપીપણાથી નિવૃત વનકર્મીને વિશ્વાસમા લઇ પવન કુમારનાં જુદા જુદા બેંક ખાતાઓમા કુલ 8 લાખ રૂપિયા જમા કરાવી લીધા હતા.
અંતે પોતે છેતરાયા હોવાનુ જણાતાં તેમણે આ મામલે રાજપીપળા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. નર્મદા જિલ્લાના એલસીબી પીએસઆઇ આઇ.ડી. વાઘેલાએ જણાવ્યુ હતુ કે, આ ગુન્હાના તમામ આરોપીઓ અમદાવાદમાંથી ઝડપાઇ ગયા છે. નર્મદા જિલ્લા પોલીસે આરોપીઓનો કબજો મેળવવાની તજવીજ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post નિવૃત વનકર્મીને રંગીન મિજાજ ભારે પડ્યો, મસાજ અને ફન ક્લબના નામે લાખો રૂપિયા ગુમાવ્યા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/retired-forest-officer-cheated-by-fun-club-fraudsters-in-rajpipla/
via Best Gujarati News
0 Comments