રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સામાન્ય માણસને રાહત આપવા માટે આરટીજીએસ (RTGS) દ્વારા રૂપિયા મોકલવાના સમયમાં દોઢ કલાકનો વધારો કરીને સાંજે 6 કલાક સુધી કર્યો છે. આ વ્યવસ્થા 1 જૂનથી અમલમાં આવશે. આરબીઆઈએ સત્તાવાર આ જાણકારી આપી છે. તાજેતરમાં આરટીજીએસ દ્વારા સાંજે 4-30 કલાક સુધી જ રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) સિસ્ટમ હેઠળ રોકડ ટ્રાન્સફરનું કામ તાત્કાલીક થાય છે.

આરટીજીએસનો ઉપયોગ મુખ્યત્વે મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે થાય છે. RTGS હેઠળ ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે અને વધુમાં વધુ રકમ ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા નથી.

આરટીજીએસ હેઠળની આ સુવિધાનો લાભ સામાન્ય જનતાને 1 જૂનથી મળશે. આરટીજીએસ ઉપરાંત, રૂપિયા એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાની અન્ય માધ્યમ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી) છે. તેમાં ટ્રાન્સફર કરવાની લઘુતમ અને મહત્તમ રૂપિયાની કોઈ મર્યાદા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post RBIએ રોકડ ટ્રાન્સફર કરવા માટે 1 જૂનથી લાગૂ કર્યો આ નિયમ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/time-to-send-money-from-rtgs-extende-till-6-pm/
via Best Gujarati News