વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના પ્રચારને ધાર આપતા કોંગ્રેસ પર ‘હિન્દુ આતંકવાદ’ને લઇ આકરા પ્રહારો કર્યા છે. મહાત્મા ગાંધીની કર્મભૂમિ કહેવાતા વર્ધામાં પીએમ મોદીએ કહ્યું કે તેમણે દેશના કરોડો લોકોને આતંકવાદ સાથે જોડ્યા હતા, હવે લોકો જાગી ગયા છે તો તેઓ ભાગી રહ્યા છે. તેમનો ઇશારો સીધો રાહુલ ગાંધીની અમેઠી સિવાય કેરલની વાયનાડથી ચૂંટણી લડવાની તરફ ઇશારો હતો. સમજૌતા બ્લાસ્ટ કેસમાં અસીમાનંદને સુપ્રીમ કોર્ટની તરફથી છોડવાના નિર્ણયનો નામ લીધા વગર પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કોંગ્રેસનું ષડયંત્ર ઉજાગર થયું છે. આ વાતને કોંગ્રેસ પણ સમજી રહી છે કે દેશે તેને સબક શીખવાડવાનું મન બનાવી લીધું છે. હવે મેદાન છોડીને ભાગવા લાગ્યા છે. તેમણે જેમને આતંકવાદી કહ્યા છે તેઓ હવે જાગી ચૂકયા છે. હિન્દુઓની સાથે આતંકવાદ જોડી દીધો, આથી જયાં હિન્દુ વસતી વધુ છે ત્યાંથી ચૂંટણી લડી શકતા નથી. આથી એવી જગ્યા એ ભાગ્યા છે જ્યાં હિન્દુઓની વસતી ઓછી છે.

કોંગ્રેસે કરોડો લોકો પર લગાવ્યો હિન્દુ આતંકવાદનો ધબ્બો
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના કરોડો લોકો પર હિન્દુ આતંકવાદ પર ધબ્બો લગાવાનું કામ કોંગ્રેસે જ કર્યું. હજારો વર્ષના ઇતિહાસમાં હિન્દુઓના આતંકવાદની કોઇ ઘટના છે શું? અંગ્રેજ ઇતિહાસકારોએ પણ આવું કર્યું નથી. અમારી 5000 વર્ષ જૂની સભ્યતા પર કલંક કોને લગાવ્યો? એવી કોંગ્રેસને માફ કરી શકીએ છીએ શું? પીએમ મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રના જ કોંગ્રેસ નેતા સુશીલ કુમાર શિંદે હતા, જેમણે હિન્દુ આતંકવાદ શબ્દ આપ્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે આપણા વીર જવાનોએ એર સ્ટ્રાઇક કરી તો આ લોકો પુરાવા માંગવા લાગ્યા. આ એવી વાત કરી રહ્યાં છે જે પાકિસ્તાનમાં સારી લાગે છે. હું વિદર્ભની ધરતી પરથી પૂછવા માંગું છું કે તમને ભારતનો હીરો જોઇએ કે પછી પાકિસ્તાનનો હીરો. તેમણે પોતાને શૌચાલયનો ચોકીદાર ગણાવતા કહ્યું કે મેં શૌચાલય અભિયાન સાથે મહિલાઓની અસ્મિતાની રક્ષા કરવાનું કામ કર્યું છે. આ તમારા માટે મજાકનો વિષય હશે, પરંતુ મારી માટે માતાઓ અને બહેનો માટે ઇજ્જત ઘર છે. હું તેમનો ચોકીદાર છું તો મને તેનો ગર્વ છે. મહાત્મા ગાંધી, વિનોબા ભાવે અને બાબા આમ્ટે જેવા લોકો એ જે સંદેશ આપ્યો, તેનું આ લોકો અપમાન કરી રહ્યાં છે.

હવાનો રૂખ જોઇ મેદાન છોડી ભાગ્યા શરદ પવાર
શરદ પવારને લઇ પીએમે કહ્યું કે તેઓ દેશના સૌથી અનુભવી નેતાઓમાંથી એક છે. કહેવાય છે કે તેઓ કયારેય સમજ્યા-વિચાર્યા વગર કામ કરતાં નથી. તેમને પીએમની રેસમાં મનાતા હતા. તેમણે કહ્યું હતું કે હું ચૂંટણી લડીશ, પરંતુ એક દિવસ અચાનક બોલ્યા કે હું રાજ્યસભામાં જ ખુશ છું. શરદ પવાર પણ જાણે છે કે હવાનો રૂખ કયા છે. આ વખતે પ્રજાએ સારા-સારા લોકોને મેદાનમાંથી બહાર ભગાડ્યા છે. તેમની એક સમસ્યા એ પણ છે કે એનસીપીમાં અત્યારે બહુ મોટું પારિવારિક યુદ્ધ ચાલી રહ્યું છે. પાર્ટી તેમના હાથમાંથી નીકળી રહી છે, સ્થિતિ એવી છે કે તેમનો ભત્રીજો પાર્ટી પર કબ્જો કરવા માટે રણનીતિ બનાવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post PM મોદીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર, ‘હિન્દુ આતંકવાદ’ કહેનારા હવે મેદાન છોડી ભાગી રહ્યા છે appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/scared-of-contesting-from-seats-dominated-by-hindu-population-pm-modi/
via Best Gujarati News