PM મોદીની વ્હારે ચડી બોલીવૂડની આ 900 હસ્તીઓ, કરી ‘ખાસ’ અપીલ
કલા અને સાહિત્ય જગતની લગભગ 900 હસ્તીઓ ભાજપના ટેકામાં બહાર આવી છે. 900 હસ્તીઓના હસ્તાંક્ષર વાળી બહાર પાડવામાં આવેલી અપીલમા કહેવાયું કે દેશને આજે મજબૂર નહી પણ મજબૂત સરકારની જરૂર છે.
નેશન ફર્સ્ટ કલેક્ટિવના બેનર હેઠળ આ નિવેદન જારી કરવામાં આવ્યું હતું જેની પર પંડિત જસરાજ, ઉત્સાદ ગુલામ ખાન, શંકર મહાદેવન, માલિની અવસ્થી, પંડિત વિશ્વ મોહન ભટ્ટે સહિતના કલાકારોએ હસ્તાંક્ષર કર્યા હતા.
તેમણે કહ્યું કે અમે રચનાત્મક કલાકાર અને સાહિત ક્ષેત્રના લોકો લોકોની અપીલ કરીએ છીએ કે તેમણે કોઈ પણ જાતનું દબાણ કે પક્ષપાત વગર મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ ભારતે વિશ્વમાં ઘણું સન્માન મેળવ્યું છે. અમારૂ દ્રઢપણે માનવુંછે કે આજે દેશમાં પીએમ મોદીની દેશની તાતી જરૂર છે. આજે જ્યારે આપણી સામે આતંકવાદ પડકાર છે ત્યારે દેશની એક મજબૂર સરકાર નહી પણ મજબૂત સરકારની જરૂર છે. ગત 5 વર્ષમાં ભારતે ભ્રષ્ટાચાર મુક્ત સુશાસન અને વિકાસોન્મુખ પ્રશાસનવાળી સરકાર જોઈ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ લગભગ 600 હસ્તીઓએ સંયુક્તપણે એક બયાન જારી કરીને ભાજપને મત ન આપવાની અપીલ કરી હતી. નિવેદનમાં કહેવાયું હતું કે ભાજપના રાજમાં બંધારણ અને લોકશાહી ખતરામાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post PM મોદીની વ્હારે ચડી બોલીવૂડની આ 900 હસ્તીઓ, કરી ‘ખાસ’ અપીલ appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/bollywood-actors-in-29-tweet-pre-election-blitz/
via Best Gujarati News
0 Comments