વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી માટે ઉમેદવારીપત્ર ભરશે. પીએમ મોદી સવારે 11.30 કલાકે ઉમેદવારીપત્ર ભરશે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા વડાપ્રધાન કાલ ભૈરવ મંદિર પહોંચ્યા હતાં. અહીં તેમણે પૂજા અર્ચના કરશે. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. તે ઉપરાંય ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે હાજર રહેશે.

જાણો પળેપળની અપડેટ : 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર. 

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર ભરતા પેહલા એકજુથતા દેખાડવા NDAના તમામ નેતાઓ શામેલ. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિરોમણિ અકાલી દલના નેતા પ્રકાશ સિંહ બાદલના ચરણસ્પર્ષ કરી આશીર્વાદ લીધા.

– વારાણસીમાં વડાપ્રધાને NDAના નેતાઓ સાથે કરી બેઠક.

– વડાપ્રધાની કાલ ભૈરવની પૂજા-અર્ચના કરી, કલેક્ટર ઓફિસમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવા રવાના થયા મોદી.

– ઉમેદવારી પત્ર ભરતા પહેલા કાલ ભૈરવ મંદિર પહોંચ્યા વડાપ્રધાન.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Live : PM મોદીએ વારાણસીથી ભર્યું ઉમેદવારી પત્ર, પ્રકાશસિંહ બાદલના ચરણ સ્પર્શ કર્યા appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pm-narendra-modi-nomination-in-varanasi-today/
via Best Gujarati News