શ્રીલંકામાં સીરીયલ બ્લાસ્ટમાં ISનો હાથ, ભારત સાથેનું ખૂલ્યું ચોંકાવનારું કનેકશન!
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ઇસ્લામિક સ્ટેટના કોઇમ્બતુર મોડ્યુલના કથિત સભ્યોથી શ્રીલંકામાં ઇસ્ટર બ્લાસ્ટના સિલસિલામાં પૂછપરચ્છની તૈયારી કરી રહ્યાં છે. NIA એ વાતની તપાસ કરવા માંગે છે કે શું ભારતીય શંકાસ્પદ અને લંકાના આતંકીઓ કે તેમના હેન્ડલરમાં કોઇ સંબંધ છે. સૂત્રોના હવાલેથી આ માહિતી મળી છે. નામ ના આપવાની શરતે એક અધિકારીએ કહ્યું કે ઇસ્લામિક સ્ટેટ કોઇમ્બતુર મોડ્યુલની તપાસ કરતાં અમને લંકા બ્લાસ્ટના ષડયંત્રકર્તા જાહરાન હાશિમ પર અટક્યા. અમને ખબર પડી છે કે તેના ઘણા બધા વીડિયોનો ઉપયોગ લોકોને ગુમરાહ કરવા માટે કરાયો છે. કોઇ મોટા ષડયંત્રની તપાસ કરવા માટે અમે મોડ્યુલને નાના સહયોગીઓની પૂછપરચ્છ કરીએ છીએ.
હાશિમનો વીડિયો કોઇમ્બતુર મોડ્યુલની પાસે
અધિકારીએ જણાવ્યું કે હાર્ડડિસ્ક્સ, લેપટોપ, મોબાઇલ ફોન સહિત કેટલીય બીજી ટેકનિકલ વસ્તુઓ એકત્રિત કરીને સીઈઆરટીને મોકલી છે, જેથી કરીને ડિલીટ કરેલી સામગ્રી ફરીથી એકત્ર કરી શકાય. એજન્સીનો એક વીડિયો દાબિક (IS મુખપત્ર)ના લેખને ફરીથી પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા. આ વીડિયોમાં એક વીડિયો એ પણ હતો, જેમાં અબુ બકર અલ-બગદાદી ‘ન્યાય માટે બદલો’ લેવાની વાત કરી રહ્યો છે. કેટલાંક વીડિયો એવા પણ છે જેમાં હાશિમ ‘યુદ્ધ’માં સામેલ થવાની માંગણી કરી રહ્યો છે. અમે તેની ઓળખ ISના દક્ષિણ એશિયા મોડ્યુલ તરીકે કરી છે, જે મુખ્યત્વે શ્રીલંકા, બાંગ્લાદેશ, અને ભારતમાં સક્રિય છે. તપાસમાં ખબર પડી કે હાશિમ શ્રીલંકાનો નાગરિક છે. માહિતી રૉ ને આપવામાં આવેલી. તેમાં શ્રીલંકાના ચર્ચ અને ભારતના દૂતાવાસને સંભવિત ટાર્ગેટ તરીકે દેખાય છે. આ માહિતી શ્રીલંકા સાથે શેર કરાઇ.
કેરલ મોડ્યુલ તપાસના દાયરામાં
એક બીજું યુનિટ આઇએસ કેરલ મોડ્યુલ જેમાં 21 યુવાન સામેલ છે. જૂન 2016મા વૈશ્વિક પ્રતિબંધિત આતંકી સંગઠન માટે લડવા અફઘાનિસ્તાન ગયા હતા. આની પહેલાં આ લોકો કુરઆન પર એક કોર્સ એટેન્ડ કરવા ગયા હતા. તેમાં એક અશફાક મજીદ પણ સામેલ હતો. તેના પિતા મુંબઇમાં એક મોટેલ ચલાવે છે. પિતાની ફરિયાદ પર એનઆઇએ એ ટીવી પર ઇસ્લામ પર ઉપદેશ આપનાર જાકિર નાઇકની વિરૂદ્ધ ગેર-કાયદેસર ગતિવિધઓની અંતર્ગત કેસ કરાવ્યો. જાકિર નાઇક આઇઆરએફ (ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન)નો સંસ્થાપક છે. નાઇકના વિરૂદ્ધ ‘આતંક સમર્થિત ભાષણો’ માટે તપાસ કરાઇ.
અધિકારીએ કહ્યું કે મજીદના પિતાએ કહ્યું કે 23 ફેબ્રુઆરી 2016ના રોજ અશફાક અને કેટલાંક બીજા લોકો કુરઆનનો અભ્યાસ કરવા માટે જાફના ગયા. 24મી ફેબ્રુઆરીના રોજ તે મુંબઇ પાછો આવ્યો અને જૂનના પહેલાં સપ્તાહમાં પત્ની અને 18 મહિનાની દીકરી સાથે અફઘાનિસ્તાન જતો રહ્યો છે. અશફાક હજુ જીવતો છે, પરંતુ તેની સાથે ગયેલા આ મોડ્યુલના મોટાભાગના સભ્યો 2017માં એ સમયે મૃત્યુ પામ્યા, જ્યારે અમેરિકા એ સૌથી મોટા નૉન ન્યુક્લિયર બોમ્બ ત્યાં ફેંકયા હતા.
ભારત માટે મોટી ચિંતા
અધિકારી એ કહ્યું કે જાકિરના ભાષણોનો ઉપયોગ ઢાકા હુમલામાં કરાયા હતા. આ રિપોર્ટ બાદ એજન્સીએ નાઇકના વિરૂદ્ધ તપાસ શરૂ કરી. માજિદના પિતાની ફરિયાદ બાદ ખબર પડી કે 21 લોકો અફઘાનિસ્તાન ગયા છે. તેમાં તેમણે જાફના જવાનો ઉલ્લેખ પણ કર્યો, જે શ્રીલંકાને ઉજાગર કરે છે. એ વાત પણ સામે આવી છે કે ISએ આ હુમલો નેશનલ તૌહીદ જમાતની મદદથી કર્યો છે, આ જ રીતે બાંગ્લાદેશમાં પણ IS એ જમાત-ઉલ-મુજાહિદ્દીનની મદદથી હુમલો કર્યો હતો. ભારત માટે આ ગંભીર ચિંતાનો વિષય છે. પાડોશના દેશોમાં અશાંતિ ભારત માટે મોટી ચિંતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શ્રીલંકામાં સીરીયલ બ્લાસ્ટમાં ISનો હાથ, ભારત સાથેનું ખૂલ્યું ચોંકાવનારું કનેકશન! appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/probe-into-sri-lanka-bombings-lead-indian-investigators-to-isis-modules-in-india/
via Best Gujarati News
0 Comments