‘રાહુલનો આખે આખો તાબુત જ બગડેલો છે, દર્શન કરવા જાય તો સંસ્કૃતિ સમજીને જાય’
આજની બહુચરાજીમાં ભાજપનું સંમેલન મળ્યું હતું હતું. આ સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઋત્વિજ પટેલ, રજનીભાઇ પટેલ જેવા અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં 72 ચુવાળ સમાજના પ્રમુખ અને તેમના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ જીતું વાઘાણીએ કોંગ્રેસના રાહુલ ગાંધીને આડે હાથ લઇને આકરા પ્રહારો કર્યા હતા.
બહુચરાજી ખાતે જીતુ વાઘણીએ જણાવ્યું હતું કે, રાહુલનો આખે આખો તાબુત બગડેલો છે. કોઇ પણ જગ્યાએ દર્શન કરવા જાય તો ત્યાંની સંસ્કૃતિ સમજીને જાય. મારે કોંગ્રેસના લોકોને પૂછવું છે કે કપિલ સીબ્બલનો ડ્રાફટ લોકોને ભડકાવવાનો હતો. કપિલ સિબ્બલનો ડ્રાફ્ટ આ ચૂંટણીમાં બતાવો. કોંગ્રેસ લોકોને ભડકાવવા નીકળી હતી. હિન્દૂ સમાજ ઉપર જેને ભરોસો નથી, જ્યાં લઘુમતીની 90 ટકા વસ્તી છે ત્યાં જઇને રાહુલ ચૂંટણી ફોર્મ ભરવા ગયા છે, ત્યાંથી લડીને તેઓ શું સાબિત કરવા માંગે છે.
બહુચરાજી ખાતે જીતુ વાઘણીએ વધુમાં જણાવ્યું હતું કે, એક વાર રાહુલ ગાંધી અંબાજી દર્શન કરવા ગયા હતા. રાહુલ ગાંધીને દર્શન કરતા પણ આવડતું નથી, તે ત્યાંનું તાજું ઉદાહરણ છે. રાહુલ ગાંધી ઉભડક પગે માતાજીના દર્શન કરવા લાગ્યા હતા. જેથી હિન્દૂ સમાજની લાગણી રાહુલે દુભાવી હતી. અંબાજીમાં રાહુલે હરામ બરોબર જો માથું ટેકવ્યું હોય તો…!
એવી રીતે એકવાર રાહુલ રાજકોટ ગયા તો ત્યાં આરતી ઉતારતાં પણ આવડતું નથી. તેમની પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે તેમને સમજાવ્યા કે આરતી આમ ઉતરાય પણ રાહુલ માન્યા નહોતા. અને તે જેવી રીતે આરતી ઉતારતા હતા, તેવી રીતે ચાલું રાખ્યું હતું. સોમનાથના દર્શન કરવા ગયા તો ત્યાં પણ દર્શન કરતા રાહુલજીને આવડ્યું નહોતું. શિવ કોઈને છોડે નહીં, ત્યાં એક રજીસ્ટર આવે છે. રાહુલને સોમનાથમાં રજીસ્ટર આપ્યું તો ત્યાં ધર્મ લખવાનું ખાનું હતું. રાહુલે ત્યાં ધર્મનું ખાનું ખાલી રાખ્યું હતું.
જીતુ વાઘાણી આટલેથી અટકાયા નહોતા, તેમને કહ્યું કે, મેં એક રાહુલજીનો ફોટો જોયો ભાઈ…! તેઓ ફોર્મ ભરવા ગયા હતા. કોંગ્રેસ વાળાઓનો પ્રચાર 15મીથી શરૂ થવાનો છે. કોંગ્રેસે હજુ તો ચૂંટણી સાહિત્ય છપાવા આપ્યું છે અમારે તો બે મહિના પહેલા લોકો ઘરે ઘરે જઈને લોકોને મળી આવ્યા છે. મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તોલમાપ ખાતાના અધિકારી હતા. તેમને અંડર ટેબલ ઘણું બધું ભેગું કર્યું છે. એટલે જ એજે પટેલ ચૂંટણીમાં બહુ પૈસા ભેગા કર્યા છે. તેમને મહેસાણાના ઉમેદવાર વિશે જણાવ્યું કે, એ જે પટેલ ખુબ જ ગેરરીતિ કરતા હતા. એ જે પટેલ ઉપર જીતુ વાઘણીએ આજે બહુચરાજીની સભામાં હળહળતા આરોપો લગાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ‘રાહુલનો આખે આખો તાબુત જ બગડેલો છે, દર્શન કરવા જાય તો સંસ્કૃતિ સમજીને જાય’ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/jitu-vaghani-statement-at-bahucharaji-gave-congress-about-rahul-gandhi/
via Best Gujarati News
0 Comments