બિહારના બેગૂસરાયથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ‘બજરંગ અલી’ વાળા નિવેદનને લઇ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન પર આકરા પ્રહારો કર્યા છે. ગિરિરાજ સિંહે કહ્યું કે આઝમ ખાને પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળો આપી અને હવે અમારા ભગવાનને ગાળો આપી રહ્યાં છે. ચૂંટણી બાદ તેઓ રામપુર જશે અને તેમને બતાવશે કે બજરંગી બલી શું છે.

ગિરિરાજે કહ્યું કે આઝમ ખાને પહેલાં વડાપ્રધાન નોદીને ગાળો આપી. હવે અમારા ભગવાનને ગાળો આપી રહ્યા છે…આઝમ ખાન. બેગૂસરાયની ચૂંટણી પૂરી થયા બાદ રામપુર આવીને અમે બતાવીશું કે બજરંગ બલી શું છે. આપને જણાવી દઇએ કે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને યોગી આદિત્યનાથને અલી અને બજરંગ બલી વાળા નિવેદને પર જવાબ આપતા કહ્યું હતું કે હવે અમે અલી અને બજરંગ એક છીએ.

આઝમ ખાને કહ્યું કે અલી અને બજરંગમાં ઝઘડો ના કરાવો. હું નવું નામ આપી દઉં છું, બજરંગ અલી. મારો તો દિવસ નબળો નહોતો. તમે કહ્યું હતું કે બજરંગ બલી દલિત હતા, તો પછી તમારા કોઇ સાથીએ કહ્યું કે તેઓ ઠાકુર હતા. એક નેતાએ તેમને જાટ ગણાવ્યા. પછી કોઇએ કહ્યું કે તેઓ ભારતના જ હતા નહીં પરંતુ શ્રીલંકાના હતા. પરંતુ એક મુસલમાન એમએલસીએ કહ્યું કે તેઓ મુસલમાન હતા.

આઝમે કહ્યું હતું કે હવે અમે અલી અને બજરંગ એક છીએ. એટલું જ નહીં આઝમે બજરંગ અલી તોડીને દુશ્મનની નલીની તર્જ પર કહ્યું બજરંગ અલી તોડી બે દુશ્મનની નળી, બજરંગ અલી લઇ લો જાલિમોની બલી. લઇ લો બલી, બજરંગ અલી, બજરંગ અલી. આની પહેલાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે જો કોંગ્રેસ, સપા, બસપાને અલી પર વિશ્વાસ છે તો અમને પણ બજરંગ બલી પર વિશ્વાસ છે.

સીએમ યોગી એ દેવબંધમાં બસપા સુપ્રીમોના એ ભાષણની તરફ ઇશારો કરતાં એ ટિપ્પણી કરી હતી જેમાં માયાવતીએ મુસ્લિમો સાથે સપા-બસપા ગઠબંધનને વોટ આપવાની માંગણી કરી હતી. યોગીના આ નિવેદન બાદ ચૂંટણી પંચે તેમને નોટિસ મોકલી હતી અને શુક્રવાર સાંજ સુધીમાં જવાબ આપવાનું કહ્યું હતું. પોતાના જવાબ અંગે યોગી આદિત્યનાથે કહ્યું તેમની ભૂલ કરવાની ઇચ્છા નહોતી અને હવે તેઓ ભવિષ્યમાં પોતાના નિવેદનોમાં ધ્યાન રાખશે.

આ વીડિયો પણ જુઓ : લોકસભાના ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ કચ્છની મુલાકાતે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગિરિરાજ સિંહે આઝમ ખાનને આપી દીધી જબરદસ્ત ધમકી, કહ્યું કે બેગૂસરાયમાં ચૂંટણી પતવા દો પછી…. appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/rampur-to-show-you-what-bajrangbali-is-giriraj-singh-warns-azam-khan-after-bajrang-ali-comment/
via Best Gujarati News