ફિલ્મી ટ્રેક : ધારિકા જનસારી

વિવેક ઓબેરોય-પ્રિયંકા અલ્વા

વિવેક ઓબેરોય સિનેજગતના હિટ કલાકારોના લિસ્ટમાં તેનું નામ નોંધાવ્યું હતું. પરંતુ થોડા સમયથી તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહે છે. તે ફિલ્મોમાં અભિનય ઉપરાંત સ્ક્રિપ્ટ લખવાનું કામ પણ કરે છે. જ્યારે તેનું નામ ઐશ્વર્યા રાય સાથે જોડાયું હતું ત્યારે કહેવાય છે કે સલમાન ખાને તેને ધમકી આપી હતી અને ત્યારબાદ તે બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. ઐશ્વર્યા સાથેના બ્રેકઅપ બાદ તે સિનેજગતથી જાણે કે ગાયબ થઈ ગયો હતો, અને થોડા સમયમાં સમાચાર આવ્યા કે તેણે અરેન્જ મેરેજ કરી લીધા છે.

તેની પત્ની પ્રિયંકા અલ્વા જે કર્ણાટકના મિનિસ્ટર જીવરાજ અલ્વાની દીકરી છે. અલ્વા સાથેની તેની પહેલી મુલાકાત માટે વિવેકને તેના મમ્મીએ મનાવ્યો હતો અને જે વિવેક એક વર્ષ સુધી ડેટ કરવાનું કહેતો હતો. એ એક વર્ષ પણ રાહ જોઈ ન શક્યો અને તરત તેણે જીવરાજ અલ્વાની દીકરી સાથે લગ્ન કરી લીધા. વિવેક કહે છે કે પ્રિયંકાની સાદગી તેને વધુ પસંદ આવી હતી. પ્રિયંકા એક સોશિયલ વર્કર છે. તેનો સિનેમા સાથે કોઈ સંબંધ નથી. અત્યારે વિવેક અને પ્રિયંકા બંને સાથે મળીને સોશિયલ વર્ક કરે છે.

ઈમરાન હાશ્મી-પરવીન સાહની

સિનેજગતમાં સીરિયલ કિસર તરીકે ઓળખાતો ઇમરાન હાશ્મી, વાસ્તવિક જીવનમાં અત્યંત પ્રેમાળ પતિ અને પિતા છે. ઈમરાન તેના ઓન સ્ક્રીન અભિનયથી એકદમ અલગ છે. તેના પરિવારનું ખૂબ જ ધ્યાન રાખે છે. ઈમરાનની પત્નીનો પરિવાર સિનેજગત સાથે કોઈ સંબંધ નથી ધરાવતો છતાં પણ ઈમરાને ફિલ્મની કારકિર્દીનો શ્રેય તેની પત્નીને આપ્યો છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે,’ઓન સ્ક્રીન મારી ઈમેજ ગમે તે હોય મારી પત્નીને મારા પર પૂરો ભરોસો છે.’ સફળ દાંપત્ય જીવનમાં વિશ્વાસ ખૂબ જરૂરી હોય છે.

કહેવાય છે કે ઈમરાને પરવીનને નાનપણમાં જ પોતાનું દિલ આપી દીધું હતું. ઈમરાન જ્યારે ફિલ્મોમાં આવ્યો એ પહેલાં જ બંનેનું ડેટિંગ શરૂ થઈ ગયું હતું. ઈમરાનની પત્ની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નથી તેમ છતાં પણ ઈમરાન ખાન પર ભરોસો છે અને તે જાણે ફિલ્મી માહોલથી પહેલેથી જ વાકેફ હોય એવું લાગે.

શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા

શિલ્પા અને રાજની મુલાકાત લંડનમાં થઈ હતી. લંડનમાં જ્યારે શિલ્પા રિયાલિટી શો બિગ બ્રધર જીતીને લોકપ્રિય બની હતી ત્યારે રાજ પણ એક બિઝનેસ મેન તરીકે ઘણો જાણીતો હતો. બંનેની મુલાકાત એક પરફ્યુમનું પ્રમોશન કરવાનું હતું ત્યારે થઈ હતી. શિલ્પાને એ સમયે રાજનો ફ્રેન્ડલી સ્વભાવ ખૂબ પસંદ આવ્યો હતો. અને તે રાજને પસંદ કરવા લાગી હતી.

ધીરેધીરે બંને ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. રાજ કુંદ્રા એક બિઝનેસ મેન છે. જ્યારે શિલ્પાએ તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે સિનેજગતમાં શિલ્પાના ચાહકોને મોટો આંચકો લાગ્યો હતો. પરંતુ શિલ્પાએ લગ્ન માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કોઈપણ પ્રકારો સંબંધ ધરાવતો ન હોય એવો પરિવાર પસંદ કર્યો હતો.

ઈમરાન ખાન- અવન્તિકા મલિક

ફિલ્મ જાને તુ યા જાને નાથી સિનેજગતમાં પર્દાપણ કરનાર ઈમરાને ઘણી છોકરીઓને પોતાની દીવાની બનાવી દીધી હતી. પરંતુ તે કોઈ બીજાનો જ દીવાનો હતો. ઈમરાન ૧૯ વર્ષની ઉંમરથી અવન્તિકાના પ્રેમમાં હતો. ઈમરાન જ્યારે લોસ એન્જલસમાં એક્ટિંગનો કોર્સ કરી રહ્યો હતો ત્યારે પણ એક વર્ષ સુધી અવન્તિકા તેની સાથે રહી હતી. ૧૦ વર્ષ સુધી બંને ડેટ પછી લગ્ન કર્યા હતા.

ઈમરાને પોતાની ફિલ્મી કરિયર શરૂ કરી હોવા છતાં પણ લગ્ન માટે એવું ફેમિલી પસંદ કર્યું કે જે નોન ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતું હોય. બંનેનાં લગ્નને ૧૧ વર્ષ થયાં. ઈમરાન અને અવન્તિકાને એક પુત્રી છે. તેઓ હસી ખુશી સાથે રહે છે.

cine@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ જાણીતા ફિલ્મ સ્ટાર્સે લગ્ન માટે હીરોઇન્સને નહીં પરંતુ પસંદ કરી સામાન્ય ઘરની છોકરીઓ appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/in-films-many-married-themed/
via Best Gujarati News