એવેંજર્સ એન્ડગેમ ભારતમાં આજે રિલીઝ થઈ ચૂકી છે. સિનેમાઘરોમાં ફિલ્મનો શો 6 વાગ્યાથી ચાલું થઈ ગયો છે. ઈન્ડિયામાં એવેંજર્સ: એન્ડગેમ ચાર ભાષાઓ હિંદી, ઈંગ્લિશ, તમિલ અને તેલુગૂમાં રિલીઝ થઈ છે. દુનિયાના બાકી દેશોની જેમ ભારતમાં પણ આ ફિલ્મને લઈને ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતમાં ફિલ્મના ટિકિટની બુકિંગ 21 એપ્રિલથી શરૂ થઈ ગઈ હતી અને તેના થોડા જ કલાકોમાં સમગ્ર ટિકિટો બુક થઈ ગઈ હતી. લોકોની દિવાનગી જોઈને સિનેમાઘરોના માલીકોએ આ ફિલ્મને રાત્રીનો શો પણ રાખ્યો છે. સામાન્ય રીતે સિનેમાઘરોમાં રાત્રે 12 વાગ્યા સુધીનો જ શો હોય છે પરંતુ એવેંજર એન્ડગેમનો શો પુરી રાત હશે.

સમગ્ર દુનિયામાં એવેંજર્સ એન્ડગેમની ધૂમ મચી રહી છે. બોક્સ ઓફિસ પર જાણે પૈસાઓની વરસાદ થઈ રહી છે. આ ફિલ્મે એક દિવસમાં 1186 કરોડ રૂપિયા કમાણી કરી છે.

મીડિયા સૂત્રો મુજબ દેશના કેટલાક પછાત સ્થળો પર પણ ફિલ્મ ટિકિટની કિંમત 2400 રૂપિયા સુધી પહોંચી ચૂકી છે.

સોશિયલ મીડિયા પર પણ ફિલ્મને લઈને લોકોની દિવાનગી નજરે પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આજે Avengers Endgame ભારતમાં રિલીઝ, 1 દિવસની કમાણીનો આંકડો 1000 કરોડ પાર appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/avengers-endgame-releases-in-india-1-day-earnings-figure-of-1000-crores-cross/
via Best Gujarati News