એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, કારમાં સવાર 8 લોકોના મોત, ક્ષતવિક્ષત હાલતમાં કાઢ્યા મૃતદેહ
ઉત્તરપ્રદેશના આગ્રા-લખનઉ એક્સપ્રેસ પર ગુરૂવારના રોજ એક દર્દનાક અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. મરનાર તમામ લોકો એક જ કારમાં સવાર હતા. કારનો રજીસ્ટ્રેશન નંબર યુપીના જૌનપુરનો હતો. કાર ફૂલ સ્પીડમાં આવતી હતી અને એક ટ્રકમાં ઘૂસી ગઇ. કારમાં કુલ 8 લોકો સવાર હતા.
આ ઘટના આગ્રાના પોલીસ સ્ટેશન ફતેહાબાદ ક્ષેત્રમાં થયો. કાર પૂરપાટ ઝડપે આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર દોડી રહી હતી. તે સમયે કાર ચાલક અચાનક જ કાર પરનો કાબૂ ગુમાવી બેસે છે અને કાર આગળ જઇ રહેલી એક ટ્રકમાં જઇને ઘૂસી ગઇ.
તેના લીધે કારના કૂરચે કૂરચા ઉડી ગયા. કાર એટલી ભયંકર રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી કે અર્ટિગા કારમાં 8 લોકો સવારમાં 6ના તો ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. જ્યારે બે લોકોના હોસ્પિટલ પહોંચતા મોત થયા હતા.
મળતી માહિતી પ્રમાણે પોલીસ સ્થળ પર પહોંચી. પોલીસે બહુ મુશ્કલથી ફસાયેલા મૃતદેહ બહાર કાઢ્યા. પોલીસે તમામ મૃતદેહ પોસ્ટમોર્ટમ હાઉસ મોકલી દીધા. તમામની ઓળખ કરી પરિવારજનોને માહિતી મોકલી આપવામાં આવી હતી.
આ વીડિયો પણ જુઓ: કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ નોંધાવી ફરિયાદ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, કારમાં સવાર 8 લોકોના મોત, ક્ષતવિક્ષત હાલતમાં કાઢ્યા મૃતદેહ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/eight-dead-in-accident-on-agra-lucknow-expressway/
via Best Gujarati News
0 Comments