આજે પણ શેરબજારમાં ખુશીનો માહોલ યથાવત રહ્યો છે. જેમાં શેરબજારમાં ખુલતાની સાથે ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 159.11 અંક એટલે કે 0.41 ટકા વધીને 39,215.76 પર અને નિફ્ટી 35.20 અંક એટલે કે 0.30 ટકા વધીને 11,748.40 પર વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે ગઇકાલે સેન્સેક્સ 184.78 અંક એટલે કે 0.48 ટકા વધીને 39,056.65 પર અને નિફ્ટી 44.05 અંક એટલે કે 0.38 ટકા વધીને 11,713.02 પર આવી બંધ થયો હતો.

તથા ગઇકાલે સેન્સેક્સ 71.15 અંક એટલે કે 0.18 ટકા વધીને 38,943.02 પર અને નિફ્ટી 34.90 અંક એટલે કે 0.30 ટકા વધીને 11,704.05 પર ખુલ્યો હતો. સારા ગ્લોબલ સંકેતોને કારણે આજે પણ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. ગઇકાલે પણ શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. 2019ના નાણાંકીય વર્ષની શરૂઆતમાં શેરબજાર વધારા સાથે જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post શેરબજારમાં રેકોર્ડ બ્રેક ઉછાળો, સેન્સેક્સ 39,215 અને નિફ્ટી 11,748 પર ખુલ્યો appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/business-today-sensex-by-39215-nifty-11748/
via Best Gujarati News